hc issues notice to many big leaders in case of hate speech
BIG NEWS /
રાહુલ-સોનિયા ગાંધી અને ભાજપના અનેક દિગ્ગજ નેતાઓને હાઈકોર્ટે ફટકારી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો
Team VTV03:42 PM, 22 Mar 22
| Updated: 04:00 PM, 22 Mar 22
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે નોર્ટ ઈસ્ટ દિલ્હી હિંસા મામલે રાજનેતાઓ દ્વારા કથિત રીતે ધૃણાસ્પદ ભાષણ આપવા સંબંધમાં અરજી પર સુનાવણી કરતા કેટલીય રાજકીય પાર્ટીઓના નેતાઓ, કાર્યકર્તાઓ અને અન્ય લોકોને નવી નોટિસો ફટકારી છે.
દિલ્હીમાં રમખાણો બાબતે નોંધાઈ ફરિયાદ
કેટલાય રાજનેતાઓને નોટિસ ફટકારી
હેટસ્પિચ બાદ રમખણો થયા હોવાનો આરોપ
દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત દિલ્હી હાઈકોર્ટે મંગળવારે નોર્ટ ઈસ્ટ દિલ્હી હિંસા મામલે રાજનેતાઓ દ્વારા કથિત રીતે ધૃણાસ્પદ ભાષણ આપવા સંબંધમાં અરજી પર સુનાવણી કરતા કેટલીય રાજકીય પાર્ટીઓના નેતાઓ, કાર્યકર્તાઓ અને અન્ય લોકોને નવી નોટિસો ફટકારી છે. આરોપ છે કે, આ નેતાઓ નફરતી ભાષણના કારણે ફેબ્રુઆરી 2020માં રમખાણો થયા હતા. કોર્ટે મંગળવારે નવી નોટિસ જાહેર કરી દીધી છે. કોર્ટે એ જોયું કે, અરજીતર્તાએ પ્રસ્તાવિત પ્રતિવાદીઓના નવા નામની સાથે સંશોધિત અરજી કર્તા ફી જમા નથી કરી. આ મામલામાં અત્યાર સુધીની પ્રક્રિયા ફી દાખલ નહીં કરવા પર અરજીકર્તાઓ પાસે નારાજગી પણ જોવા મળી હતી.
હેટસ્પિચ મામલે ફરિયાદ નોંધાઈ
હકીકતમાં હાઈકોર્ટે કેટલાય રાજનેતાઓ વિરુદ્ધ તેમની કથિત હેટ સ્પિચ મામલે FIR નોંધવાની માગ કરતી અરજીકર્તાઓ દ્વારા અરજી પર નોટિસ ફટકારી છે. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ રજનીશ ભટનાગરની ડિવીઝન બેંચે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા, કપિલ મિશ્રા અને અન્ય નેતાઓને ફ્રેશ નોટિસ જાહેર કરી છે. આ ઉપરાંત કોર્ટે આપના નેતા મનીશ સિસોદીયા, અમાનતુલ્લા ખાન, અકબરુદ્દીન ઓવૈસી, વારિસ પઠાણ અને કાર્યકર્તા હર્ષ મંદર સહિત કેટલાય નેતાઓને નોટિસ ફટકારી છે.
કોર્ટે આરોપી તરીકે બોલાવા પર એડવોકેટ પર નારાજગી વ્યક્ત કરી
કોર્ટે નવા સંશોધિત પક્ષના આરોપી તરીકે બોલાવા માટે અરજીકર્તાના વકીલ પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, આ ફક્ત પ્રસ્તાવિત પ્રતિવાદી છે. તે આરોપી નથી. અમે તેમનો જવાબ માગી રહ્યા છીએ કારણ કે, આપે તેમના વિરુદ્ધ આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટે અરજીકર્તામાંથી એક વકીલે કેટલાય કાર્યકર્તા અને અન્ય લોકોના સરનામા આપવાની સલાહ આપી, જેમણે હજૂ સુધી તેમના સરનામા શોધ્યા નથી, અથવા તો તેમના નામ છોડી દીધા છે. આના પર પીઠે અરજી પર તમામ રાજનેતાઓ, કાર્યકર્તાઓ અન્ય લોકો પાસેથી જવાબ માગ્યો છે, જેમને આ મામલામાં એક પક્ષ તરીકે નવી રીતે રજૂ કર્યો છે.

કોર્ટે આ મામલે આગામી સુનાવણી 29 એપ્રિલે કરશે
આપને જણાવી દઈએ કે, કોર્ટે આપના નેતા મનીષ સિસોદિયા, અમાનતુલ્લા ખાન, એઆઈએમઆઈએમના અકબરુદ્દીન ઓવૈસી, વારિસ પઠાણ અને કાર્યકર્તા હર્ષ મંદર સહિત અન્યને નોટિસ જાહેર કરી છે. આ મામલા પર આગામી સુનાવણી કોર્ટ 29 એપ્રિલે કરશે.આ અગાઉ એક અરજીકર્તાએ વરિષ્ઠ વકીલ કોલિન ગાંસોલવિસે કહ્યું કે, તે પક્ષ રાખવા માટે સહમત છે. તો વળી ભાજપના અમુક નેતાઓ તેમની અરજીમાં એક પાર્ટી તરીકે કાર્યવાહી કરવાની માગ કરી છે. બીજી બાજૂ વરિષ્ઠ વકીલ સોનિયા માથુર એક અરજીકર્તા વકીલ વોયસ તરીકે રજૂ થયા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રે્સ, આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ અન અન્ય રાજકીય નેતાઓ એક પાર્ટી તરીકે પણ સામેલ કરશે.