ચોમાસું / માતાના મઢમાં અડધી કલાકમાં ખાબકેલા વરસાદે સર્જી પૂરની સ્થિતિ

havey rain in matana madh kutch gujarat

કચ્છમાં ઐતિહાસિક વરસાદના દ્રશ્યોથી લોકોમાં કુતુહલ જાગ્યું હતું. દુકાળનો સામનો કરી રહેલા કચ્છમાં ભાગ્યે જ આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે. રણપ્રદેશ લખપત તાલુકામાં આજે જબરજસ્ત વરસાદ પડ્યો હતો. પવિત્ર તીર્થધામ માતાના મઢમાં ભારે વરસાદથી ચોતરફ પાણીનું સામ્રાજ્ય છવાયું હતું. નદીઓમાં પૂરથી ગામમાં પાણી-પાણી થઇ ગયું છે. માતાના મઢના રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ