બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / 'Have to struggle..'Before the World Cup, this former player of Pakistan gave a warning to Team India

ક્રિકેટ / 'સ્ટ્રગલ કરવું પડશે..' વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનના આ ભૂતપૂર્વ ખેલાડીએ આપી ટીમ ઈન્ડયાને વોર્નિંગ

Megha

Last Updated: 06:13 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાનો પહેલો મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેલબોર્નમાં રમાશે. પરંતુ આ પૂર્વે પાકિસ્તાનના દિગ્ગજ બોલેર વસીમ અક્રમે ટીમ ઈન્ડયાને સલાહના રૂપમાં વોર્નિંગ આપી છે.

  • વસીમ અક્રમે ટીમ ઈન્ડયાને સલાહના રૂપમાં વોર્નિંગ આપી
  • ટીમ ઈન્ડિયામાં કોઈ સુપરફાસ્ટ બોલર નથી
  • ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહના સ્થાને ઉમરાન મલિકને લાવવો જોઈએ

આ વર્ષે ટી 20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલીયાની મેજબાનીમાં થશે. જેનો આગાઝ 16 ઓક્ટોબરે થશે, જયારે ફાઇનલ મેચ 13 નવેમ્બરે રમાશે. ટીમ ઇન્ડિયાનો પહેલો મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેલબોર્નમાં રમાશે. પરંતુ આ પૂર્વે પાકિસ્તાનના દિગ્ગજ બોલેર વસીમ અક્રમે ટીમ ઈન્ડયાને સલાહના રૂપમાં વોર્નિંગ આપી છે.

ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના ટુર પર છે જ્યાં ટી20 વર્લ્ડ કપ રમવાની છે. ટીમ ઈન્ડિયાની પહેલો મેચ 23 ઓક્ટોબરના રોજ એટલે કે દિવાળીના એક દિવસ પહેલા મેલબોર્નમાં પાકિસ્તાન સામે થશે. પણ આ પહેલા પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી વસીમ અક્રમે ટીમ ઈન્ડિયાને ચેતવણી આપતા કહ્યું હતું કે 'ટીમ ઈન્ડિયામાં કોઈ સુપરફાસ્ટ બોલર નથી, જેના કારણે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાં ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે.' સાથે જ સલાહ આપતા એમને કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહના સ્થાને ઉમરાન મલિકને લાવવો જોઈએ.

ભૂતપૂર્વ પાકિસ્તાની બોલર અક્રમે કહ્યું હતું કે, 'ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમાર છે. તે નવા બોલ સાથે સારો બોલર છે પણ તેની પાસે સ્પીડ નથી. જો બોલ સ્વિંગ નહીં થાય તો આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ સ્ટ્રગલ કરવું પડશે. ભુવી સારો બોલર છે પણ ઓસ્ટ્રેલિયામાં સ્પીડ વધુ કામ કરે છે.

આગળ અક્રમે કહ્યું હતું કે, 'ભારતીય ટીમ પાસે સારી બેટિંગ લાઇન અપ છે પણ હજુ તેની પાસે બુમરાહનું રિપ્લેસમેન્ટ નથી. સાથે જ પાકિસ્તાન ટીમનો મિડલ ઓર્ડર ઘણો ખરાબ છે એના માટે જ આ ટીમ મુશ્કેલીમાં છે. જો મિડલ ઓર્ડર સુધરી જાય તો પાકિસ્તાન પાસે સારા બોલર અને ઓપનર છે અને જીતવાની તક છે.' 

ઉમરાનને ટીમમાં જાળવી રાખવો જોઈએ
ભારતીય ટીમના ઉમરાન મલિક વિશે અક્રમે કહ્યું હતું કે 'તમે તે છોકરાને જોયો છે? ઉમરાન મલિક... તેની પાસે ઘણી સ્પીડ છે. આયર્લેન્ડના ટુર સમયએ ઘણો મોંઘો પડ્યો હતો પણ T20 ફોર્મેટમાં આવું થતું રહે. ટીમ મેનેજમેન્ટે તેને ટીમમાં જાળવી રાખવો જોઈએ. T20 ફોર્મેટમાં અનુભવ મહત્વપૂર્ણ છેએ અઆપણે જાણીએ છીએ.' 

શમી, સિરાજ અને શાર્દુલ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે 
જણાવી દઈએ કે મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજને આજેઓસ્ટ્રેલિયા પહોંચવાના છે અને આ ત્રણેય ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. અને તેમાંથી એકને બુમરાહના રિપ્લેસમેન્ટ તરીકે જાહેર કરી શકાશે. જો કે હાલ શમીને આ રેસમાં સૌથી પ્રબળ દાવેદાર છે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડી: મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ