બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Haryana government declared semi lock down in five state

એલર્ટ / શાળા, કોલેજ, થિયેટર પર તાળાં, બજારો 5 વાગે જ બંધ: આ રાજ્યમાં લૉકડાઉન જેવા પ્રતિબંધ લાગ્યા

Khyati

Last Updated: 01:13 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણામાં અહીં વધ્યો કોરોનાનો કહેર,કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યુ તો દંડ નક્કી

  • હરિયાણાના 5 જિલ્લામાં પ્રતિબંધ
  • સ્કુલ, કોલેજ, થિયેટરો બંધ
  • લગ્નમાં માત્ર 100 લોકોને મંજૂરી

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કેન્દ્ર સરકાર પણ વધતા કેસને પગલે ચિંતિત થઇ છે.  કોરોનાના કેસ કાબૂમાં લેવા રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી છે. તો આ તરફ હરિયાણા સરકારે કોરોનાને નાથવા સખત વલણ અપનાવ્યુ છે. હરિયાણા સરકાર દ્વારા 5 જિલ્લાઓમાં પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. ગુરૂગ્રામ, સોનીપત, ફરિદાબાદ, અંબાલા, પંચકુલામાં હરિયાણા સરકારે પ્રતિબંધ જાહેર કર્યા છે. હરિયાણાના આ 5 જિલ્લાઓમાં શાળા, કોલેજ અને થિયેટરો બંધ કરવામાં આવ્યા છે. 

વેક્સિનના 2 ડોઝ લીધા હશે તો જ મુસાફરી

કોરોનાનો કહેર વધતા હરિયાણા સરકારે ઑફિસોમાં 50 ટકા સાથે કામ કરવાની મંજૂરી આપી છે. તો લગ્ન પ્રસંગોમાં માત્ર 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે..જ્યારે અંતિમક્રિયામાં 50 લોકોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 5 જિલ્લામાં બજારો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. બાર રેસ્ટોરન્ટ 50 ટકા સિટીંગ કેપેસિટી સાથે ચાલુ રાખી શકાશે. બસ અને રેલવે સ્ટેશને વેક્સિનના બંને ડોઝ લેનારાને પ્રવેશ મળશે. જ્યારે ઓટો રિક્ષામાં પણ વેક્સિનના બંને ડોઝ લેનારા જ યાત્રા કરી શકશે.

માસ્ક ન પહેર્યુ તો રૂ.500 દંડ

હરિયાણાના આ પાંચેય જિલ્લાઓમાં એન્ટરટેઇનમેન્ટ પાર્ક લોકો માટે સદ્તંર બંધ કરવામાં આવ્યા છે. જ્યારે સ્વિમિંગપુલ માત્ર ટ્રેનિંગ લેનારા માટે જ ખુલ્લા રહેશે. આ ઉપરાંત કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવુ આવશ્યક રહેશે. સામાજિક અંતર જાળવવુ તથા માસ્ક પહેરવુ. જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો રૂ.500નો દંડ કરવામાં આવશે. તેમજ સંસ્થાઓ પણ જો નિયમોનું પાલન નહી કરે તો હરિયાણા સરકાર દ્વારા રૂ.5 હજારનો દંડ ફટકારવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ