બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / સુરત / Harsh Sanghvi's statement on the theft of 20 lakhs in aap candidate car

સુરત / 'આટલા રૂપિયા આવ્યા ક્યાંથી?', AAP ઉમેદવારની કારમાંથી 20 લાખની ચીલઝડપ મામલે હર્ષ સંઘવીના સવાલ

Dhruv

Last Updated: 11:26 AM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં AAP નેતાની કારમાંથી 20 લાખની ચીલ ઝડપને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આડકતરી રીતે AAP પર નિશાન સાધ્યું છે.

  • 20 લાખની ચીલ ઝડપ મામલે હર્ષ સંઘવીના પ્રહાર
  • નામ લીધા વિના રાજેન્દ્ર સોલંકી પર કર્યા પ્રહાર
  • આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ આવ્યા?: હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ આડકતરી રીતે નામ લીધા વિના રાજેન્દ્ર સોલંકી પર પ્રહાર કરતા કહ્યું કે, 'રોકડા ક્યાંથી આવ્યા એ સવાલ મને નહીં એમને પૂછો. આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ આવ્યા? ટેક્સ ભરતા નથી એમને રૂપિયા દિલ્હીથી કેમ આવ્યા? શું ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માટે રૂપિયા મોકલ્યા હતા?'

મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ એકબાદ એક નવા રાજકીય વળાંકો સામે આવી રહ્યાં છે. એક તરફ આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે ત્યારે બીજી તરફ AAPના ઉમેદવારો વિવિધ મુદ્દે ફસાઈ રહ્યાં છે. કારણ કે તાજેતરમાં જ બારડોલી બેઠકના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી એક વિવાદમાં ફસાયા છે.

ગાડીમાંથી 20 લાખ મળી આવતા રાજેન્દ્ર સોલંકી સવાલોના ઘેરામાં

ગાડીમાંથી 20 લાખ રૂપિયા મળી આવતા રાજેન્દ્ર સોલંકી સવાલોના ઘેરામાં આવી ગયા છે. ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કંઈ રીતે આવ્યા?'

મહત્વનું છે કે, આ 20 લાખ રૂપિયાની ચિલઝડપ મામલે પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ બારડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. 20 લાખની રકમની લૂંટની તપાસ કરી રહેલી પોલીસે આ અંગે ઈન્કમટેક્ષ વિભાગને (IT) પણ જાણ કરી હતી.

ઈન્કમટેક્ષ વિભાગે શરૂ કરી છે તપાસ

બારડોલી ખાતે ઇન્કમટેક્સ વિભાગે ધામાં નાખી રાજેન્દ્ર સોલંકી અને તેમના ડ્રાઈવરની સઘન પૂછપરછ શરૂ કરી છે. હાલ આ મામલે ઈન્કમટેક્ષ વિભાગ સહિત પોલીસ તપાસ ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કારમાં રાજેન્દ્ર સોલંકી સાથેનો ડ્રાઇવર AAPનો કાર્યકર છે.

જાણો શું હતી સમગ્ર ઘટના?

ઉલ્લેખનીય છે કે, ગત રોજ બારડોલી પોલીસ મથકના ગેટ પાસે પાર્ક કરેલી કારમાંથી ધોળા દહાડે ચીલ ઝડપની ઘટના બની હતી. કારનો કાચ તોડીને લાખોની મત્તાની ચિલઝડપ કરી બે યુવાનો બાઈક પર ફરાર થઈ ગયા હતા. જોકે એક જાગૃત યુવાને ચીલ ઝડપ કરનારા બંન્ને યુવાનની બાઈકનો પીછો કરતા RTO નજીક તેઓ પૈસા ભરેલી બેગ ફેંકી ફરાર થઈ ગયા હતા. બાદમાં જાગૃત યુવાન પૈસા ભરેલી બેગ લઈને બારડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં ખુલાસો થયો હતો કે આ રૂપિયા AAP નેતાના છે. આથી AAP નેતાના રૂપિયા હોવાનું સામે આવતા IT વિભાગે આ મામલે તપાસ આરંભી હતી. જે મામલે આજે ગૃહ મંત્રીએ નામ લીધા વિના રાજેન્દ્ર સોલંકી પર પ્રહાર કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ