બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / Harsh Sanghvi Statement on the gangrape case in Vadodara

દુષ્કર્મ આપઘા કેસ / ભાઈ તરીકે ખાતરી આપું છું કે બહેનને ન્યાય મળશે.. વડોદરામાં સામૂહિક દુષ્કર્મ મુદ્દે ગૃહરાજ્યમંત્રીનું મોટું નિવેદન

Kiran

Last Updated: 04:10 PM, 18 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં નવસારીની યુવતી પર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું પીડિત યુવતીના ભાઈ તરીકે ખાતરી આપું છું કે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ.

  • વડોદરામાં સામૂહિક દુષ્કર્મ અને આપઘાત મામલો
  • ભાઇ તરીકે ખાતરી આપું છું કે બહેનને ન્યાય મળશેઃ હર્ષ સંઘવી
  • રેલવે સ્ટેશન પર યુવતીનો પીછો કરનાર મનોરોગી નીકળ્યો 

વડોદરામાં નવસારીની યુવતી પર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે જણાવ્યું હતું કે, પીડિત યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ. આરોપીઓને શોધવા જેટલી પોલીસ ફોર્સની જરૂર હશે તેટલી આપીશું. ગુજરાત પોલીસની કોઈ બોર્ડર નથી, તમામ ટીમો ગુજરાત પોલીસ તરીકે કામ કરી રહી છે. પીડિતા યુવતીને ટુંક સમયમાં ન્યાય અપાવીશ. સમગ્ર મામલે વલસાડ રેલવે પોલીસમાં ગુનો નોંધાયો છે. પોલીસે 500થી વધુ સીસીટીવી ફૂટેજ, હજારો મોબાઈલ સર્વેલન્સના આધારે ગુનો ઉકેલવા પ્રયાસો કર્યાં છે.

યુવતીનો પીછો કરનાર મનોરોગી હોવાનો ખુલાસો

મહત્વનું છે કે વડોદરાની યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મ અને આપઘાત કેસમાં એક શંકાસ્પદ શખ્સની ઓળખ કરવામાં આવી હતી.. આ શખ્સે સુરત એસ.ટી.ડેપોથી રેલવે સ્ટેશન સુધી યુવતીનો પીછો કરતો હતો..તે સીસીટીવીમાં કેદ થતા તેની ધરપરડ કરવામાં આવી હતી..જો કે પોલીસ તપાસમાં યુવક મનોરોગી હોવાનું સામે આવ્યું છે. આ શખ્સે યુવતીની રેલવે સ્ટેશન ઉપર પજવણી પણ કરી હતી..યુવતીએ તેના ઉપર ફરીથી દુષ્કર્મ થશે એવા ડરથી યુવતીએ આત્મહત્યા કરી હોવાનું તારણ સામે આવ્યું છે. આ સમગ્ર વિગતો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવી છે, 

ભાઇ તરીકે ખાતરી આપું છું કે બહેનને ન્યાય મળશેઃ હર્ષ સંઘવી

જો કે આજે વડોદરમાં ગૃહરાજ્યમંત્રીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે દુષ્કર્મ કેસમાં પોલીસ મજબૂતીથી કામ કરી રહી છે. અને યુવતીના ભાઇ તરીકે ખાતરી આપું છું કે બહેનને ન્યાય મળશે. અને આરોપીઓને જલ્દી પકડી લેવામાં આવશે. પીડિતા યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ. તેઓએ કહ્યું કે આરોપીઓને શોધવા જેટલી પોલીસ ફોર્સની જરૂર હશે તેટલી આપીશું. ગુજરાત પોલીસની કોઈ બોર્ડર નથી તમામ ટીમો ગુજરાત પોલીસ તરીકે કામ કરી રહી છે. પોલીસે 500થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા છે. અને હજારો મોબાઈલ સર્વેલન્સના આધારે ગુનો ઉકેલવા પ્રયાસો કર્યા છે.

આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ થયો

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે વડોદરા નજીક સોખડાથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો... આ ગ્રામ યાત્રા વડોદરા જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે સતત ત્રણ દિવસ સુધી ફરશે અને સરકારની યોજનાઓની માહિતી ઘરઘર સુધી પહોંચાડશે, તે દરમિયાન હર્ષ સંઘવીએ વડોદરામાં સામૂહિક દુષ્કર્મ બાદ આપઘાત કેસમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ