બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / hardik patel exclusive statement on vtvgujarati

VIDEO / EXCLUSIVE : હાર્દિકે કહ્યું જનતાનો મૂડ મને ખબર છે, ત્યાં જ જવાનો છું, પાટીદાર, રાષ્ટ્રવાદ અને ભાજપ મુદ્દે ખુલ્લા મને કરી વાત

Kavan

Last Updated: 03:18 PM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ઢોલ ઢબૂકવા લાગ્યા છે અને પક્ષ પલટાની પણ મોસમ જામી છે, ક્યારે ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિકે તાજેતરમાં જ કોંગ્રેસને અલવિદા કહેતા ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે, ત્યારે વિશેષ ચર્ચા હાર્દિક પટેલ સાથે....

  • હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી કેમ આપ્યું રાજીનામું? 
  • શું છે હાર્દિકના મતે રાષ્ટ્રવાદની વ્યાખ્યા?
  • VTVGujarati.com સાથે પાટીદાર અગ્રણીએ દિલ ખોલીને કરી વાતચીત

ગુજરાતનો પાટીદાર ચહેરો અને દિગ્ગજ યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે જનતાની અંદર ઘણા બધા સવાલ હાર્દિક પટેલને લઈને ઊભા થઈ રહ્યા છે ત્યારે આજે VTVGujarati.com સાથે ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે પોતાના આગામી આયોજન અને કોંગ્રેસ છોડવાના કારણોને લઈને કેટલાય રહસ્યો ખોલ્યા હતા.

સવાલ : હાર્દિક પટેલનું ના-રાજીનામું કેમ પડ્યું? એવો તો શું વિકલ્પ મળી ગયો ગુજરાતના રાજકારણમાં હાર્દિકને ? 

જવાબ : હાર્દિકે જણાવ્યું હતું કે, કોઈ વિકલ્પ જ મળી ગયો હોય તો જ રાજીનામું આપ્યું હોય તેવું જરૂરી નથી હોતું. ક્યારેક પુરતું સન્માન ન મળતું હોય કે પછી જનતાની વિરૂદ્ધમાં કામગીરી કરવમાં આવતી હોય તેવા કિસ્સામાં પણ રાજીનામું આપવામાં આવતું હોય છે. હાર્દિકે તેવું પણ કહ્યું કે, કાર્યકર્તાથી લઈને કાર્યકારી અધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી પરંતુ પ્રજા કોની સાથે આપણને જોવા ઈચ્છે છે તે જાણીને આ રાજીનામું આપ્યું છે. 

સવાલ : રાહુલ ગાંધી સાથે તો તમારે સીધા સંપર્ક હતા, એમાં ક્યાં તમને મળે કે ન મળે કે તમને મળવા દે એની રાહ જોવાની જરૂર હતી ?

જવાબ : રાહુલ ગાંધી સાથેના સીધા સંપર્કની વાતનો જવાબ આપતા હાર્દિક પટેલે કહ્યું કે, સીધા સંપર્ક છે તે વાત હકીકત છે પરંતુ પહેલા મેં મારી પરેશાની પ્રદેશ મોવડી મંડળને જણાવી પરંતુ તેઓ તો ઈચ્છતા હતા કે સારા અને મજબૂત લોકો કોંગ્રેસમાંથી ચાલ્યા જાય. આ વલણને કારણે જ અત્યાર સુધીમાં દેશભરના અનેક કોંગ્રેસી નેતાઓએ પાર્ટીને અલવિદા કહ્યું છે. તો રાહુલ ગાંધી પણ દાહોદ આવ્યા ત્યારે તેમણે મારા માટે 5 મિનિટ પણ ફાળવી હોત તો આ સ્થિતિનું નિર્માણ ન થયું હોત. 

સવાલ : ગુજરાતના યુવાનોની તમે વાત કરો છો તો યુવાનો માટે તમારી પાસે શું પ્લાન છે ? 

જવાબ : ગુજરાતના યુવાનો માટેનો પ્લાન જણાવતા હાર્દિક પટેલે કહ્યું કે,કોંગ્રેસની ચિંતન શિબિરમાં મેં કહ્યું- સમસ્યાના સમાધાનની રાજનીતિ થવી જોઈએ. રાજ્યમાં પેપર ફુટવાની ઘટનાઓ બની રહી છે ત્યારે સરકાર સાથે આ મામલે બેસીને વાતચીત કરવી જોઈએ કાયદો બનાવીને જે-તે ખાતાના અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને જેલની સજાની કાર્યવાહી થાય તે દિશામાં પ્રયાસ થવા જોઈએ. એક સમયે પાટીદાર આંદોલન થયું ત્યારે કહેવાતું કે આ આંદોલન લાંબુ નહીં ચાલે પરંતુ યુવાનોને લઈને થયેલ આ આંદોલન કર્યું સાચા અર્થમાં ફળીભૂત પણ થયું છે. આંદોલનને કારણે યુવાઓ માટે સરકારે 3 યોજના પણ શરૂ કરી છે. જેમાં યુવા સ્વાવલંબન યોજના , બિન અનામત આયોગ અને ત્રીજી યોજના દેશભરમાં લાગુ થઈ જે આર્થિક અનામત યોજનાનો સમાવેશ થાય છે. સાથે જ હાર્દિકે એમ પણ કહ્યું કે, સરકારે રાજ્યની તમામ કંપનીઓમાં 85 ટકા સ્થાનિકોને જ નોકરી આપવાના કડક આદેશ આપે તો રાજ્યમાં સો ટકા યુવાઓને રોજગારીની તકો ઉભી થાય અને બેરોજગારી ઘટાડી શકાય. 

સવાલ : ચૂંટણી લડશે હાર્દિક એ વાત નક્કીને? 

જવાબ :  આજે હાર્દિક પટેલે ચૂંટણી લડવા મુદ્દે પણ ખુલાસો કર્યો છે કે હું એકમાત્ર એવો આંદોલનકારી છું કે જે ચૂંટણી લડી શક્યો નથી, પહેલા મારી ઉંમર નાની હતી અને તે બાદ મારા પર કેસ કરી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે મોકો મળી રહ્યો છે ત્યારે હવે ચૂંટણી લડીશ અને જીતીશ. જોકે કઈ બેઠક પરથી હાર્દિક પટેલ ચૂંટણી લડશે તે મુદ્દે કોઈ ફોડ પાડ્યો નથી. 

સવાલ : યુવાનોની ચિંતા અને તેમના વિકાસ માટે લડતા હાર્દિક પાસે પોતાની કારકિર્દીનો પ્લાન ન હોય તેવું કેમ બની શકે?

જવાબ :  VTVGujarati.com સાથે ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે વારંવાર કહ્યું કે તેઓ કઈ પાર્ટીમાં જોડાવવાના છે તે નક્કી થઈ જ ગયું છે અને તેમનો આગળનો આખો પ્લાન પણ તૈયાર જ છે, બસ યોગ્ય સમય આવે  એટલે સંપૂર્ણ માહિતી સાથે કઈ પાર્ટીમાં શા માટે જોડાઈ રહ્યો છું તેની સંપૂર્ણ માહિતી સાથે જે તે પાર્ટીમાં જોડાઈશ. તેમણે વધુમાં કહ્યું હતું કે જનતાના કામમાં મોડું કરવાનું જ ન હોય, આ જ મહિનામાં હું તમામ એલાન કરી દઈશ. સાથે તેણે એમ પણ કહ્યું કે હું જનતાનો મૂડ જાણું છું અને ત્યાં જ જવાનો છું.આમ આડકતરી રીતે પણ હાર્દિક પટેલે સૂચક સંકેતો આપ્યા હતા. 

સવાલ : ભાજપની સરકાર તો 30 વર્ષથી છે અને કામ પણ થઈ રહ્યું હતું તો પછી તમે કોંગ્રેસમાં જોડાયા જ શું કામ? 

જવાબ :  ઍડિટર કુનાલ પંડ્યાના સવાલનો જવાબ આપતા પાટીદાર અગ્રણી હાર્દિક પટેલે ઉદાહરણ આપતા કહ્યું કે, છૂટાછેડા તો લવ મેરેજ અને અરેન્જ મેરેજવાળા બંન્નેના થાય છે. તે સમયગાળામાં મેં કોંગ્રેસને દૂરથી જાણી હતી. ત્યારબાદ ખબર પડી કે આ લોકો માત્ર જનતાને ગેરમાર્ગે જ દોરવાનું કામ કરશે

સવાલ : તમે કહો છો કે PM મોદી અને હાર્દિક પટેલનું નામ આવે એટલે એનો વિરોધ કરવો એક એવો વર્ગ છે જ અને રહેવાનો છે. પરંતુ એક સમયે તો તમે પણ વિરોધ કરતા હતા PMનો... હવે કદાચ તમારું વલણ થોડું નરમ પડેલું દેખાય છે. મતલબ માની લઈએ કે તમારી પણ વિચારધારા બદલાઈ હશે અથવા તો હૃદય પરિવર્તન થયું હોઈ શકે... પરંતુ હાર્દિકને જે આદર્શ માનીને ચાલતા હશે તે લોકોનું શું થશે એ લોકો પણ કન્ફ્યૂઝ થઈ જશે.. અથવા તો તે લોકો કેવી રીતે સમજી શકશે કે હવે હાર્દિક કઈ તરફ જઈ રહ્યા છે. 

જવાબ : હાર્દિક પટેલે એકદમ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, હું કોઈનો જનમજાત વિરોધી નથી હું માત્ર કોઈની નીતિનો વિરોધી હોઈ શકું કે કોઈ યોજનાનો વિરોધી હોઈ શકું. જ્યારે કલમ 370 હટાવાઈ ત્યારે હું કોંગ્રેસમાં હતો છતાં પણ  મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા જ હતા. પરંતુ હું જ્યારે કોંગ્રેસમાં ન હતો કે કોંગ્રેસમાં જોડાયો કે પછી કોંગ્રેસ છોડ્યું તેમ છતાં અમુક 'કપ્લીનો' મારો વિરોધ કરતી રહી અને કરતી જ રહેશે. એટલે અમુક લોકોને માત્ર વિરોધ કર્યા સિવાય કશું આવડતું નથી હોતું. 

સવાલ : એક ઈન્ટરવ્યૂમાં તમે કહ્યું કે એ રાહુલ ગાંધીની ગુજરાત વિજિટ વખતે મેં એમને ચેતવ્યા હતા કે અદાણી-અંબાણી સામે ન બોલવું કારણ કે ગુજરાતનો દરેક યુવાન અદાણી-અંબાણી બનવાનું સપનું જુએ છે, તમે પણ અદાણી-અંબાણી સામે લખતા-બોલતાં રહ્યાં છો

જવાબ : હાર્દિકે જણાવ્યું હતું કે, વિનાશના ભોગે વિકાસ ન થઈ શકે, સાથે જ એવું પણ કહ્યું હતું કે, કોઈને વિનાશ કરીને કોઈ ઉદ્યોગપતિ મોટો થઈ શકે તો તે ચલાવી લેવાશે નહીં. એવું તો છે નહીં કે આ ઉદ્યોગપતિએ 2014 પહેલા નહોતા અને 2014 પછી જ આવ્યા છે. પરંતુ દરેક વાતમાં જો આ ઉદ્યોગપતિઓને ગાળો આપો તો તે વાતનો મને વિરોધ ચોક્કસપણે છે. તો ગુજરાતી તરીકે પણ ગર્વ છે કે, તેઓ દુનિયાભરમાં ઉદ્યોગપતિ તરીકે જાણીતા બન્યા છે અને અનેક ગુજરાતીઓને નોકરી આપી છે અને આગામી સમયમાં પણ જો વિનાશના ભોગે વિકાસની આવશે તો હું ચોક્કસપણ આ ઉદ્યોગપતિઓનો વિરોધ કરીશ. 

સવાલ : તમે કહ્યું ગુજરાતની કોંગ્રેસને પડી નથી અને તમે કહો છો કે જનતા કોંગ્રેસને પસંદ નથી કરતી... તો 80 સીટો મળી હતી.. તો પ્રજાએ તો પ્રેમ આપ્યો જ હતો ને ભાજપની લગભગ બરોબરીમાં... પણ પછી ? 

જવાબ : આ સવાલનો જવાબ આપતા હાર્દિક કહે છે કે, 2017ના સમયમાં આંદોલનને કારણે પ્રજા સત્તાથી થોડો સમય નારાજ થઈ હતી. માટે 2017ની અંદર પ્રજાએ કોઈને કોઈ કારણોસર સત્તાની વિરૂદ્ધમાં મતદાન કર્યું પરંતુ 2019ની વિધાનસભામાં આવું કેમ ન કર્યું ? કારણ કે સત્તાએ આ સમયગાળામાં જનતાનો મિજાજ જોઈને જે યોજનાઓ લાગૂ કરી જેના કારણે જનતાનો ગુસ્સો ઓછો થયો. 

સવાલ : ભાજપ અને આમ આદમી પાર્ટીની વિચારધારાને લઈને તમે શું માનો છો?

જવાબ : રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને અમદાવાદથી લઈને છેવાડાના ગામડા સુધીના નાગરિકો એક બાબતે ખાસ પસંદ કરી રહ્યા છે કે, આ રાજ્યની સરકારની અંદર રાજ્યમાં સલામતી અને શાંતિનો માહોલ જોવા મળ્યો છે. સાથે જ રાજ્યનો વિકાસ પણ આ સરકારના સમયગાળામાં જ થયો છે. વાત રહી આમ આદમી પાર્ટીની તો દિલ્હીમાં  અને પંજાબમાં સરકાર બની છે અને તેઓ વાતો પણ કરી રહ્યા છે પરંતુ મતદાન થાય ત્યારે જોવાનું હોય છે કે જનતા કોને ઈચ્છી રહી છે. 

સવાલ : કોંગ્રેસથી હાર્દિકને કોઈ ફાયદો થયો નથી પણ શું હાર્દિકથી કોંગ્રેસને પણ કોઈ ફાયદો થયો હતો?

જવાબ : પાટીદાર આંદોલનને કારણે કોંગ્રેસને 100 ટકા ફાયદો થયો છે, સૌરાષ્ટ્રમાં તેની મોટાપાયે અસર જોવા મળી. જે બેઠકો 1980 પછી કોંગ્રેસ જીતી નહોતું શક્યું તેવી ઊંઝા, ટંકારા તથા મોરબી જેવી બેઠક પર કોંગ્રેસની 2017માં જીત થઈ. જો કે, જે તે કારણોસર કોંગ્રેસ આ ધારાસભ્યોને ન સાચવી શકી. અંતે તે ધારાસભ્યો ભાજપમાં જોડાયા અને ફરીવાર એ બેઠકો પરથી જીત્યા. એટલે કોંગ્રેસે ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે. 

સવાલ : તમારા મતે રાષ્ટ્રવાદ શું હોઈ શકે? 

જવાબ : હાર્દિક પટેલ રાષ્ટ્રવાદની પોતાની વિચારધારા વિશે જણાવતા કહે છે કે, રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્રપ્રત્યેનો પ્રેમ, હિત કે રાષ્ટ્રમાં રહેતા લોકોની સેવા કરવી. રાષ્ટ્રવાદનો સ્પષ્ટ જવાબ છે રાષ્ટ્રની વિરૂદ્ધમાં જે હોય તેની સામે ઉભા રહેવું. તેનું નામ રાષ્ટ્રવાદ. 

સવાલ : એવું લાગી રહ્યું છે કે આગામી તમારો જે નિર્ણય હશે એ પાટીદાર આંદોલન કેસ પાછા ખેંચાય અને શહીદોના પરિવારને સરકારી નોકરી આપવાની વાત આ 2 મુદ્દા સોલ્વ થઈ જ જશે...

જવાબ :  હાર્દિક પટેલે કહ્યું કે વર્ષ 2015માં આંદોલન કર્યું અને તે બાદ અનામત મળ્યું એટલે આંદોલન સમેટાઇ ગયું, પણ બે મુદ્દા રહી ગયા હતા કે કેસ અને જે શહીદ થયા તેમના પરિવારને સરકારી નોકરી આપવી. હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ મેં 19 દિવસના ઉપવાસ કર્યા છે, અને આ બંને મુદ્દાઓનું સમાધાન કરવું જોઈએ અને કોઈ નહીં કરે હું જ કરીશ, હું જ કરાવી આપીશ. આ વાત હું વચન સાથે કહું છું. હું જિદ્દી માણસ છું અને મુદ્દો પકડી લઉં પછી કરીને જ રહીએ છે. 

સવાલ :  જીગ્નેશ મેવાણીએ કહ્યું કે તમે આઈડોલોજી સાથે કટિબદ્ધ નથી એટલે જ આવું થયું.. 

જવાબ : જીગ્નેશ મેવાણીએ કહેલ વાતનો જવાબ આપતા હાર્દિક પટેલે જણાવ્યું કે, મારી આઈડોલોજી માત્ર સમાજ અને રાષ્ટ્રનું હિત અને જનહિત છે આ સિવાય મારી કોઈ આઈડોલોજી નથી અને રહી વાત જીગ્નેશ મેવાણીની તો તેઓ મારા ખૂબ સારા મિત્ર છે અને તેના વિશે મને કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવી નથી ગમતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ