બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya won one more series as captain

શાનદાર / જે હારે નહીં એ હાર્દિક: IPL બાદ જાણે બાહુબલી બનીને ઉભર્યો, અત્યાર સુધી આટલી ટીમોને ચટાડી ધૂળ

Malay

Last Updated: 11:21 AM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકે વધુ એક સિરીઝ જીતી લીધી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવા ભારતીય ટીમે ત્રીજી T20 (IND vs SL)માં શ્રીલંકાને 91 રનથી હરાવ્યું. આ સાથે ભારતે સિરીઝ પર 2-1થી કબજો કરી લીધો. હવે બંને ટીમોની વચ્ચે 10 જાન્યુઆરીએ 3 મેચોની વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝ માટે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

  • કેપ્ટન છે કે બાહુબલી હાર્દિક પંડ્યા
  • કેપ્ટન તરીકે વધુ એક સિરીઝ જીતી લીધી 
  • IPL બાદ ઘણી ટીમોએ ચટાડી ચૂક્યા છે ધૂળ 

હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકે વધુ એક સિરીઝ જીતી છે. ભારતીય ટીમે શ્રીલંકાને 3 મેચની T20 શ્રેણીમાં 2-1થી હરાવ્યું. ભારતીય ટીમે શનિવારે રાત્રે રમાયેલી છેલ્લી મેચમાં 91 રને જીત મેળવી હતી. સૂર્યકુમાર યાદવની સદીના આધારે ભારતે મેચમાં પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 137 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. 

No photo description available.

IPL 2022માં ગુજરાત ટાઇટન્સના હતા કેપ્ટન 
હાર્દિક પંડ્યા IPL 2022માં પહેલીવાર કેપ્ટન તરીકે જોવા મળ્યા હતા. નવી ટીમ ગુજરાત ટાઇટન્સે તેમને આ જવાબદારી સોંપી હતી. હાર્દિક પંડ્યા તેમના ભરોસા પર 100 ટકા ખરા ઉતર્યા અને પહેલી જ સિઝનમાં જ ટીમને ચેમ્પિયન બનાવી. આ પછી તેમને ઘણા અવસર પર ટીમ ઈન્ડિયાની કમાન મળવા લાગી. હાલમાં જ ટી-20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ સુનીલ ગાવસ્કરથી લઈને રવિ શાસ્ત્રી સુધીના તેમને કેપ્ટન બનાવવાની વાત કરવા લાગ્યા હતા.

હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી એક પણ ટી-20 સિરીઝ હારી નથી
કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી એક પણ ટી-20 સિરીઝ હારી નથી. તેમણે પ્રથમ આયર્લેન્ડ સામે 2-0થી જીત મેળવી હતી. ત્યારબાદ તેઓ ન્યુઝીલેન્ડ સામે કેપ્ટન તરીકે ટી20 શ્રેણી 1-0થી જીતવામાં સફળ રહ્યા હતા. હવે શ્રીલંકા સામેની સિરીઝ 2-1થી પોતાના નામે કરી. તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 મેચમાં કેપ્ટન તરીકે ઉતરી ચૂક્યા છે અને આ મેચ પણ ભારત જીતવામાં સફળ રહ્યું હતું. 

May be an image of 2 people, people playing sport, stadium and text

T20 ઇન્ટરનેશનલમાં 4 ટીમોને મ્હાત આપી ચૂક્યા છે પંડ્યા 
આ રીતે હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે T20 લીગ IPLનું ટાઇટલ જીતવા સિવાય, T20 ઇન્ટરનેશનલમાં 4 ટીમોને મ્હાત આપી ચૂક્યા છે. ભારતે આ મહિને ન્યુઝીલેન્ડ સામે ટી20 શ્રેણી પણ રમવાની છે. અહેવાલો અનુસાર, સિનિયર ખેલાડીઓ પણ આ સિરીઝથી બહાર રહેશે અને હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં જ ભારતીય ટીમ દ્વિપક્ષીય સિરીઝમાં ઉતરશે. 

3 મેચની વનડે સિરીઝમાં પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવાયા 
હાર્દિક પંડ્યા હવે શ્રીલંકા સામે 10 જાન્યુઆરીથી શરૂ થનારી 3 મેચની વનડે સિરીઝમાં વાઇસ કેપ્ટન તરીકે જોવા મળશે. પહેલા આ જવાબદારી કેએલ રાહુલ પાસે હતી. પરંતુ રાહુલ ખરાબ પ્રદર્શનના કારણે રેસમાંથી બહાર થઈ ચૂક્યા છે. આ વર્ષે ODI વર્લ્ડ કપ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં જ રમાવાનો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા વનડે સિરીઝથી ટૂર્નામેન્ટની તૈયારી કરવા ઉતરી રહી છે.

T20માં પંડ્યાએ બનાવ્યા છે 3936 રન 
હાર્દિક પંડ્યાએ શ્રીલંકા સામેની T20 સિરીઝમાં ક્રમશઃ 29, 12 અને 4 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 2 વિકેટ પણ લીધી હતી. તેમણે અત્યાર સુધી 84 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1205 રન બનાવ્યા છે. 3 અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઈક રેટ 144 છે. આ ફાસ્ટ બોલરે 64 વિકેટ પણ લીધી છે. એકંદરે T20 રેકોર્ડ પર નજર કરીએ તો પંડ્યાએ 15 અડધી સદી સાથે 3936 રન બનાવ્યા છે અને 140 વિકેટ લીધી છે. 

May be an image of 6 people, people standing, people playing sport and text

વનડેમાં 63 વિકેટ પણ લીધી
29 વર્ષીય હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી 66 વનડેમાં 34ની એવરેજથી 1386 રન બનાવ્યા છે. 8 અડધી સદી ફટકારી છે. અણનમ 92 રન બેસ્ટ સ્કોર છે, તેમણે 39ની એવરેજથી 63 વિકેટ પણ લીધી છે. 24 રનમાં 4 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ