hardik pandya wil be vice captain amid lokesh rahul injury in ind vs sa t20 series
IND vs SA /
IPL જીત્યા બાદ ગુજરાત ટાઈટન્સનાં હાર્દિક પંડયાને ડાયરેક્ટ પ્રમોશન, રાહુલ ઇજાગ્રસ્ત થતાં બન્યા ટીમ ઈન્ડિયાનાં વાઇસ કેપ્ટન
Team VTV06:49 PM, 08 Jun 22
| Updated: 08:05 PM, 08 Jun 22
સાઉથ આફ્રિકા સામેની T20 સીરિઝમાંથી ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન લોકેશ રાહુલની ઇજાના પગલે બાદબાકી થતાં પંતને કેપ્ટન અને Hardik Pandya ને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
લોકેશ રાહુલ ટીમમાંથી બહાર
હાર્દિક પંડયા બનશે વાઇસ કેપ્ટન
આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સને જિતડવાનું પરિણામ
આવતીકાલે એટલે કે 9 જૂનના દિવસે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી શરૂ થવા જઇ રહી છે. જેમાં કેપ્ટન લોકેશ રાહુલ હવે ઇજાના પગલે નહીં રમી શકે. એવી જાહેરાત BCCI દ્વારા કરવામાં આવી છે.
RISHABH PANT સંભાળશે સુકાન
ઇજાને પગલે કેપ્ટન લોકેશ રાહુલ સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાંથી કેપ્ટન લોકેશ રાહુલની બાદબાકી થઈ ગઈ છે અને તેણી જગ્યાએ રિષભ પંતને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. રાહુલને રાઇટ ગ્રોઇન એટલે જાંઘનાં ભાગે ઇજા થઈ છે જ્યારે સાથે સ્પિનર કુલદીપ યાદવ પણ શ્રેણીમાં નહીં રમી શકે કારણ કે તેને નેટ પ્રેક્ટિસ દરમિયાન જમણા હાથમાં ઇજા થઈ હતી.
જો કે રિપ્લેસમેન્ટ તરીકે તેઓની જગ્યાએ ટીમમાં કોણ સામેલ થશે એ હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું.
HARDIK PANDYA ઉપકપ્તાન
સાઉથ આફ્રિકા સામેની T20 સીરિઝમાંથી ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન લોકેશ રાહુલની ઇજાના પગલે બાદબાકી થતાં પંતને કેપ્ટન અને Hardik Pandya ને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
NEWS 🚨- KL Rahul and Kuldeep Yadav ruled out of #INDvSA series owing to injury.
The All-India Senior Selection Committee has named wicket-keeper Rishabh Pant as Captain and Hardik Pandya as vice-captain for the home series against South Africa @Paytm#INDvSA
સાઉથ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસે છે. આવતીકાલથી T20 શ્રેણી શરૂ થવા જઈ રહી છે. ત્યારે કેપ્ટન લોકેશ રાહુલ ઇજાના કારણે આવતીકાલની મેચ ગુમાવશે. Hardik Pandya તાજેતરમાં તેનાં સુકાનીપદ હેઠળ Gujarat Titans ને IPL ટાઇટલ જિતાડી ચૂક્યો છે.