બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / hardik pandya twitted first time after selected as captain of Ahmedabad team in IPL2022
Khyati
Last Updated: 07:05 PM, 9 February 2022
ADVERTISEMENT
આઇપીએલને લઇને સૌ કોઇમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં પણ IPL 2022માં અમદાવાદની ટીમ રમવા જઇ રહી છે. જેને લઇને લોકોનો ઉત્સાહ બેવડાઇ ગયો છે ત્યારે હાર્દિક પંડ્યા પણ આ મેચને લઇને એટલો જ ઉત્સાહિત છે. અમદાવાદની ટીમ માટે હાર્દિક પંડ્યાની કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે જેને લઇને તેણે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને ખુશીની લાગણી વ્યક્ત કરી છે.
મળીએ જલ્દી : હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર એક વીડિયો શેર કરતા લખ્યુ છે કે કેમ છો અમદાવાદ, 'આ નવી સફરમાં આઇપીએલમાં અમદાવાદની ટીમને લઇને ઘણો જ એક્સાઇટેડ છું. હું અમદાવાદની ટીમના માલિક અને મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરુ છે કે તેમણે મને કેપ્ટનનું પદ સોંપીને મારા પર વિશ્વાસ મુક્યો. આ એક આપણા માટે નવી શરુઆત છે હું પણ તેના માટે ઘણો જ ઉત્સાહિત છું. હું તમને પ્રોમિસ આપુ છેુ કે આ ટીમ તેનાથી બનતા દરેક પ્રયત્નો કરશે અને બરાબર ફાઇટ પણ આપશે. રાશિદ અને શુભમનને હું ટીમમાં આવકારુ છું. સી યુ સુન, મળીએ જલ્દી. '
ADVERTISEMENT
Kem cho Ahmedabad 👋😊 pic.twitter.com/ZsuaX6PADY
— hardik pandya (@hardikpandya7) January 22, 2022
હાર્દિક મળ્યા છે 15 કરોડ
અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ આઇપીએલ 2022 માટે હાર્દિક પંડ્યાને 15 કરોડ રુપિયા આપીને ટીમના કેપ્ટન તરીકે સામેલ કર્યો છે. અમદાવાદની ટીમને CVC ગ્રુપ દ્વારા ખરીદવામાં આવી છે. આઇપીએલમાં અમદાવાદની ટીમને CVCગ્રુપ 5625 કરોડમાં ખરીદવામાં આવી છે. અમદાવાદની ટીમમાં રાશિદ ખાનને પણ લેવામાં આવ્યો છે. તેને પણ 15 કરોડ રુપિયા આપવામાં આવ્યા છે.હાર્દિકે કમાણી મામલે એમએસ ધોનીને પણ પાછળ છોડી દીધો છે.મેગા ઓક્શન પહેલા અમદાવાદ અને લખનૌની 2 નવી ટીમો 3-3 ખેલાડીઓ ઉમેરી શકશે. 8 જૂની ટીમોએ કુલ 27 ખેલાડીઓને રિટેન કર્યા છે. અમદાવાદે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડમાં ટીમમાં સામેલ કર્યા છે. બીજી તરફ શુભમન ગિલને 7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
હાર્દિકને 4 કરોડનો ફાયદો
IPL 2021ની વાત કરીએ તો, પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 11 કરોડ જ્યારે રાશિદને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી 9 કરોડ મળ્યા હતા. આમ આ વર્ષે પંડ્યાને 4 જ્યારે રાશિદને 6 કરોડનો ફાયદો થયો છે. ગઇ સિઝનમાં કેકેઆર દ્વારા ગિલને 1.8 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. અમદાવાદે તેને 7 કરોડમાં ટીમમાં સામેલ કર્યો છે. તેમને લગભગ 5 કરોડનો ફાયદો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.