બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya breaks Yuvraj Singh's record, becomes first Indian to do so

ભાઈ ભાઈ / હાર્દિક પંડયાએ તોડ્યો યુવરાજ સિંહનો રેકોર્ડ, આવું કારનામું કરનાર પહેલો ભારતીય ખેલાડી બન્યો

Megha

Last Updated: 04:36 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેટિંગ પછી, હાર્દિકે બોલિંગમાં પણ ધૂમ મચાવી હતી અને ચાર ઓવરના ક્વોટામાં 33 રન આપીને ચાર વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

  • T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું
  • એક મેચમાં 4 વિકેટ હૉલ અને 50 રન બનાવનાર પહેલા ભારતીય ખેલાડી
  • આ પહેલા યુવરાજ સિંહ એક માત્ર એવા ખેલાડી હતા જેને આ કમાલ કરી બતાવ્યો હતો

સાઉથમ્પટનમાં રમાયેલી ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. જેમાં હાર્દિક પંડ્યાએ 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રનમાં સમેટાઈ ગઈ હતી. બેટિંગ પછી, હાર્દિકે બોલિંગમાં પણ ધૂમ મચાવી હતી અને ચાર ઓવરના ક્વોટામાં 33 રન આપીને ચાર વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

આ સાથે જ હાર્દિક પંડયા ટી 20ના ઇતિહાસમાં એક મેચમાં 4 વિકેટ હૉલ અને 50 રન બનાવનાર પહેલા ભારતીય ખેલાડી બની ગયા છે. આ પહેલા યુવરાજ સિંહ એક માત્ર એવા ખેલાડી હતા જેને આ કમાલ કરી બતાવ્યો હતો. યુવરાજ સિંહે એક મેચમાં ત્રણ વિકેટ લઈને એક ફિફ્ટી લગાવી હતી. પણ હાલ હાર્દિકે એમણે પણ પાછળ છોડી દીધા છે. 

વર્લ્ડ ક્રિકેટમાં એક જ મેચમાં 4 વિકેટ લેનાર અને 50+ રન બનાવવાવાળ ત્રણ જ ખેલાડીઓ છે. પહેલા ખેલાડી ડ્વેન બ્રાવો હતા. એમણે 2009 માં 66 રન અને 4 વિકેટ લીધી હતી. મોહમ્મદ હફીજે 2011માં 71 રન બનાવીને 4 વિકેટ લીધી હતી અને શેન વોટસને ઈંગ્લેન્ડ સામે 4 વિકેટ લઈને 59 રન બનાવ્યા હતા. 

હાર્દિક પંડ્યાએ  બેટિંગ દરમિયાન 33 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જે બાદ ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન એક જ ઓવરમાં બે ઈંગ્લિશ બેટ્સમેનોને પેવેલિયન મોકલી દેવામાં આવ્યા હતા. 5મી ઓવરના બીજા બોલ પર હાર્દિકે ડેવિડ મલાનને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે જ સમયે ઓવરના છેલ્લા બોલ પર લિયામ લિવિંગસ્ટોન દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી 7મી ઓવરમાં તેણે ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો આપ્યો અને જેસન રોયને પણ પેવેલિયન મોકલી દીધો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ