બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / hardik pandya and wife natashas emotional photo is getting viral

ઈમોશનલ / પહેલીવાર આટલો ભાવુક થયો હાર્દિક, પત્ની નતાશાને ગળે વળગાડી તો છોડવા જ તૈયાર ન્હોતો, સોશ્યલ મીડિયામાં ફોટો વાયરલ

Khevna

Last Updated: 10:57 AM, 30 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઈટન્સના વિજય બાદ હાર્દિક પંડ્યા અને વાઈફ નતાશાની હગ કરતી તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં બંને ખૂબ જ ઈમોશનલ જોવા મળી રહ્યા છે. જુઓ આ તસવીર

  • ગુજરાત ટાઈટન્સ રહી IPL 2022ની વિજેતા 
  • પહેલી વાર IPLમાં ઈમોશનલ જોવા મળી હાર્દિકની અને વાઈફ નતાશા 
  • હગ કરતી તસવીર વાયરલ 

ગુજરાત ટાઈટન્સ રહી IPL 2022ની વિજેતા

IPL 2022ની 15મી સીઝનનો ફાઈનલ મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમવામાં આવ્યો હતો, જેમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ટીમ ગુજરાત ટાઈટન્સે રજાસ્થાન રોયલ્સને 7 વિકેટથી માત આપી અને આઈપીએલની પહેલી જ સીઝનમાં ટ્રોફી પોતાને નામ કરી. આ જીત બાદ હાર્દિક પંડ્યા જ્યાં અત્યંત ખુશ જોવા મળ્યા તો તેમની વાઈફ નતાશા પણ ઈમોશનલ થઇ ગઈ અને મેચ બાદ તેમની આંખોમાં આંસૂ જોવા મળ્યા. જો કે બંને માટે આ એક ભાવુક પળ હતી. આખી સિઝન દરમિયાન નતાશા હાર્દિકને સપોર્ટ કરવા ગ્રાઉન્ડમાં આવી હતી. જીત બાદ નતાશાની આંખોમાં તો પાણી આવી ગયા હતા. હાર્દિકને પણ ઈમોશનલ જોઈ શકાતો હતો. બંને ગ્રાઉન્ડ પર જ હગ કરતાં દેખાયા હતા જે ફોટો બાદમાં વાયરલ થઈ ગયો હતો. આવો તમને પણ બતાવીએ હાર્દિક અને નતાશાનો ઈમોશનલ ફોટો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IndiaFantasy (@indiafantasy)

પહેલી વાર IPLમાં ઈમોશનલ જોવા મળી હાર્દિકની વાઈફ નતાશા 

IPLની ટ્રોફી જીતવી દરેક ખેલાડીનું સપનું હોય છે અને તે ખલાડી માટે તો આ ખૂબ જ મહત્વનું થઇ જાય છે, જે પહેલી વાર કોઈ ટીમની કેપ્ટન્સી કરી રહ્યો હોય. હાર્દિક પંડ્યા આ વર્ષે કેપ્ટન તરીકે આઈપીએલના મંચ પર ઉતર્યા અને પોતાની કેપ્ટન્સી જ નહીં, પણ પોતાની બોલિંગ તથા બેટિંગથી પણ સૌને ઈમ્પ્રેસ કર્યા. આઈપીએલ 2022ની ટ્રોફી જીત્યા બાદ તેઓ ઘણા ઈમોશનલ જોવા મળ્યા. તેમની વાઈફ નતાશાએ ,એદાન પર આવીને તેમને હગ કર્યું અને તે પણ ઘણી ઈમોશનલ થઇ ગઈ. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Paul (@paul38572022)

હાર્દિક પંડ્યાને હગ કરતી તસવીર વાયરલ 

આ મેચની જો વાત કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 130 રન જ બનાવી શકી. જવાબમાં ગુજરાત ટાઈટન્સે 18મી ઓવરનાં પહેલા જ બોલમાં લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. આ મેચમાં હાર્દિક પંડ્યાએ પોતાના બોલ અને બેટથી કમાલ કરી બતાવી. પહેલા તેમણે રાજસ્થાન રોયલ્સની ત્રણ જરૂરી વિકેટ લીધી - સંજૂ સેમસન, જોસ બટલર અને શિમોરન હેટમાયર. બેટિંગમાં પણ તેમણે 30 બોલમાં 34 રન બનાવ્યા અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. 

આ આખી સીઝનમાં હાર્દિક પંડ્યાએ શાનદાર કેપ્ટન્સીનું પરિણામ એ આવ્યું કે તેમની ટીમ સૌથી પહેલા પ્લે ઓફ માટે ક્વોલિફાય થઇ હતી. સૌથી પહેલા ફાઈનલમાં પ્રવેશ કર્યો અને આઈપીએલ 2022ની ટ્રોફી પણ પોતાને નામ કરી. બીજી બાજુ હાર્દિક પંડ્યાની વાઈફ નતાશા પણ આખો સમય પોતાના પતિ અને તેની ટીમ ગુજરાત ટાઈટન્સને સપોર્ટ કરતી જોવા મળી અને લગભગ દરેક મેચમાં તેમનાં માટે સ્ટેન્ડ્સમાં હાજર રહી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ