બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Har Ghar Tiranga Campaign appeal by pm narendra modi in india

અભિયાન / આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' ફરકાવવા માટે PM મોદીનું આહ્વાન, જાણો શું કરી અપીલ

Dhruv

Last Updated: 11:50 AM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ ટ્વિટ કરીને લોકોને 'હર ઘર તિરંગા અભિયાન' ને મજબૂત કરવાની અપીલ કરી 13થી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના ઘર પર ઝંડો લહેરાવવા જણાવ્યું.

  • 'હર ઘર તિરંગા અભિયાન'ને મજબૂત કરવાનો PM મોદીનો આગ્રહ
  • 22 જુલાઇ, 1947ના રોજ તિરંગાને રાષ્ટ્રધ્વજના રૂપમાં સ્વીકાર કરાયો
  • આપણે તેઓના સપનાને પૂર્ણ કરવાનું છે : PM મોદી

PM મોદીએ 'હર ઘર તિરંગા અભિયાન'ને અનુલક્ષીને કહ્યું, 'આ મુહિમ તિરંગા સાથેના આપણા જોડાણને વધારે મજબૂત કરશે.' તેઓએ કહ્યું કે, '22 જુલાઇ, 1947ના રોજ તિરંગાને રાષ્ટ્રધ્વજના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો.'

PM મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, 'આપણે આજે એ તમામ લોકોના સાહસ અને પ્રયાસોને યાદ કરીએ છીએ કે જેઓએ એ સમયે સ્વતંત્ર ભારત માટે એક ધ્વજનું સ્વપ્ન જોયું હતું કે જ્યારે આપણે વસાહતી શાસન વિરૂદ્ધ લડી રહ્યાં હતા. આપણે તેઓના સપનાને પૂર્ણ કરવાનું અને તેમના સપનાને ભારતનું નિર્માણ કરવાની પોતાની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.'

22 જુલાઇના દિવસનું આપણા ઇતિહાસમાં વિશેષ મહત્વ : PM

તેઓએ વધુમાં જણાવ્યું કે, 'આજે 22 જુલાઇના દિવસનું આપણા ઇતિહાસમાં વિશેષ મહત્વ છે. કારણ કે આજના દિવસે 1947માં આપણા તિરંગાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો. આપણા તિરંગા સાથે જોડાયેલ સમિતિ અને પંડિત જવાહરલાલ નહેરૂ દ્વારા લહેરાવાયેલ પ્રથમ ત્રિરંગા સહિત ઈતિહાસની કેટલીક રસપ્રદ બાબતો શેર કરી રહ્યો છું.'

તેઓએ લખ્યું કે, 'આ વર્ષે, જ્યારે આપણે 'આઝાદીનો અમૃત મહોત્સવ' ઉજવી રહ્યાં છીએ ત્યારે આવો આપણે સૌ 'હર ઘર તિરંગા' આંદોલનને મજબૂત કરીએ. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે સૌ કોઇ પોતાના ઘર પર તિરંગો લહેરાવે. આ મુહિમ રાષ્ટ્રધ્વજની સાથે સાથે તમારા જોડાણને વધુ ગાઢ બનાવશે.'

નહેરૂએ લહેરાવેલા પ્રથમ તિરંગાની તસવીર પણ PM મોદીએ શેર કરી

તમને જણાવી દઇએ કે, PM મોદીએ તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવા અંગેની જાણકારી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. તેઓએ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ દ્વારા લહેરાવવામાં આવેલા પ્રથમ તિરંગાની તસવીર પણ ટ્વિટ કરી છે. મોદી સરકારે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ પર 'હર ઘર તિરંગા' મુહિમ શરૂ કરવાની યોજના બનાવી છે. આ અભિયાન ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલા અનેક કાર્યક્રમોમાંનું એક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ