બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Hail in Ahmedabad: Monsoon-like rain in many areas, wedding dinners run away with plates

નાસભાગ / અમદાવાદમાં કરા પડ્યા: અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદ, લગ્નના જમણવારમાં લોકો થાળીઓ લઈને ભાગ્યા

Vishal Khamar

Last Updated: 09:08 PM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા કરા સાથે કમોસમી વરસાદ વરસવા પામ્યો હતો. લોકોએ શિયાળાની સાથે સાથે ચોમાસાની ઋતુનુ પણ અનુભવ કર્યો હતો.

  • અમદાવાદમાં એકાએક વાતાવરણમાં પલ્ટો
  • સમગ્ર રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતોનાં જીવ પડીકે બંધાયા
  • વરસાદ શરૂ થતા લગ્ન સમારંભમાં ચાલી રહેલ જમણવારમાં નાસભાગ

 અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા કરા સાથે કમોસમી વરસાદ વરસવા પામ્યો હતો. ત્યારે લોકોએ શિયાળાની સાથે સાથે ચોમાસાની ઋતુનુ પણ અનુભવ કર્યો હતો. જ્યારે બીજી તરફ વાતાવરણમાં પલ્ટાના કારણે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ શિયાળું પાકને ભારે નુકશાન થવા પામ્યું હતું. 

કમોસમી વરસાદ

કમોસમી વરસાદનાં ઝાપટા 
દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં આવેલ પલ્ટાના કારણે લોકોએ બે ઋતુનો અનુભવ કર્યો હતો. ત્યારે અચાનક વાતાવરણમાં આવેલ પલ્ટાના કારણે લોકોને સ્વેટરની સાથે સાથે રેઈનકોટ પણ પહેરવાનો વારો આવ્યો હતો.  જ્યારે બીજી તરફ ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેતર કરેલ બાજરી, ઘઉં, કપાસ સહિતના પાકને ભારે નુકશાન પહોંચતા ખેડૂતોને પડતા પર પાટુ તેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરત, ખેડા, નડિયાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં આવેલ પલ્ટાના કારણે ખેડૂતને ભારે નુકશાન પહોંચવા પામ્યો હતો.

અમદાવાદમાં કરા સાથે વરસાદ

અમદાવાદમાં પણ કરા સાથે કમોસમી વરસાદ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાત બાદ સાંજના સુમારે એકાએક અમદાવાદમાં બરફના કરા સાથે વરસાદ પડવાનો શરૂ થતા રાહદારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે રસ્તા પર લારી લઈને ઉભેલા લારીવાળા પણ વરસાદમાં શાકભાજી તેમજ અન્ય ચીજ વસ્તુઓ ભીની ન થાય તે માટે અન્યત્ર જગ્યા શોધી લીધી હતી. તો ખરીદી અર્થે નીકળેલ શહેરીજન પણ વરસાદ શરૂ થતા વરસાદ બંધ થવાની રાહ જોતા ઉભા રહ્યા હતા. ત્યારે અમદાવાદના  નરોડા, વેજલપુર સહિતના વિસ્તારોમાં એકાએક વરસાદ શરૂ થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

વરસાદ ચાલુ થતા જાનૈયાઓમાં નાસભાગ

કમુરતા પૂર્ણ થતા હાલમાં લગ્નની સીઝન પુરબહારમાં જામી છે.  ત્યારે અત્યારે ઠેર ઠેર પાર્ટી પ્લોટોમાં લગ્ન સમારંભ ચાલી રહ્યા છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક લગ્ન સમારંભમાં જમણવાર ચાલી રહ્યો હતો. ત્યારે અચાનક વરસાદ પડવાનો શરૂ થતા જમવા બેઠેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ