બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / gyanvapi survey case varanasi court order video and photo should be given to both

BIG NEWS / જ્ઞાનવાપી કેસ: જગજાહેર થશે સર્વે રિપોર્ટ, આ તારીખે બંને પક્ષને આપવામાં આવશે વીડિયો

Pravin

Last Updated: 06:29 PM, 27 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસી જિલ્લા કોર્ટમાં શુક્રવારે આ મુદ્દા પર સુનાવણી થઈ હતી કે શું સર્વેનો રિપોર્ટ અને વીડિયોગ્રાફી સાર્વજનિક કરવામાં આવે.

  • વારાણસી કોર્ટનો આદેશ
  • 30 મેના રોજ સર્વે રિપોર્ટ જાહેર થશે
  • મુસ્લિમ પક્ષે ના પાડી હતી

વારાણસી જિલ્લા કોર્ટમાં શુક્રવારે આ મુદ્દા પર સુનાવણી થઈ હતી કે શું સર્વેનો રિપોર્ટ અને વીડિયોગ્રાફી સાર્વજનિક કરવામાં આવે. આ વિષય પર હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષનો મત અલગ અલગ હતો. જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કોર્ટમાં ભલામણ કરી હતી કે, સર્વેક્ષણની તસ્વીરો અને વીડિયો સાર્વજનિક કરવામાં આવે નહીં, પણ હિન્દુ પક્ષે તેનો વિરોધ કર્યો હતો. બંને પક્ષને 30 મેના રોજ સર્વે અને વીડિયોગ્રાફી રિપોર્ટ સોંપવામાં આવશે.

મુસ્લિમ પક્ષે કરી હતી આ ડિમાન્ડ

સુનાવણી બાદ મુસ્લિમ પક્ષના વકીલ મેરાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે, અમે અનુરોધ કર્યો છે કે, આયોગનો રિપોર્ટ, તસ્વીર અને વીડિયો ફક્ત સંબંધિત પક્ષ સાથે શેર કરવામાં આવે અને રિપોર્ટને સાર્વજનિક કરવામાં આવે નહીં. જેને લઈને 30 મેના રોજ સુનાવણી થશે. આપને જણાવી દઈએ કે, સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જ્ઞાનવાપી મસ્જિદમાં મંદિર હોવાના કેટલાય પુરાવા મળ્યા છે. તો વળી આ મામલે વારાણસી કોર્ટમાં આગામી સુનાવણી 30મેના રોજ થશે. 

વારાણસી કોર્ટમાં કાલે પણ થઈ હતી સુનાવણી

અહીં ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી કોર્ટમાં કાલે પણ સુનાવણી થઈ હતી. આ દરમિયાન મુસ્લમ પક્ષે અરજી દાખલ કરવાની માગ કરી હતી. જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે કોર્ટમાં કેસ ચાલશે કે નહીં તેના પર સુનાવણી થવાની છે. ગુરૂવારની સુનાવણીમાં કોર્ટની અંદર પ્લેસિઝ ઓફ વર્શિપ એક્ટ પર પણ ચર્ચા થઈ હતી. મુસ્લિમ પક્ષે આ દરમિયાન 1991 એક્ટનો હવાલો આપ્યો હતો. 

મુસ્લિમ પક્ષે આ વાતને લઈને ચિંતા વ્યક્ત કરી

તો વળી મુસ્લિમ પક્ષે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શિવલિંગનું અસ્તિત્વ ફક્ત કથિત છે. જે હાલમાં સિદ્ધ થયું નથી. મુસ્લિમ પક્ષે કહ્યું કે, અફવાના કારણએ સાર્વજનિક આશંતિ થાય છે. જેની મંજૂરી આપી શકાય નહીં. સુનાવણી બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું હતું કે, આજે મુસ્લિમ પક્ષે ચર્ચા શરૂ કરી છે, હજૂ સુધી તેમની સુનાવણી પુરી થઈ નથી. સોમવારે ફરી બપોરે બે વાગ્યે ચર્ચા થવાની છે. અમે સોમવારે અમારો પક્ષ રજૂ કરીશું. સોમવારે થનારી ચર્ચાની શરૂઆત મુસ્લિમ પક્ષ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ