ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:31 PM, 17 May 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
લાઈટ બિલમાં હવે થશે વધારો
ADVERTISEMENT
ગરમીમાં હવે મોંઘવારી વધવા જઈ રહી છે. ઉનાળામાં સામાન્ય રીતે આપણે એસી, ફેનનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. આવામાં હવે એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવે આખા ગુજરાતનું લાઈટ બિલ વધવાનું છે.
.jpg)
ADVERTISEMENT
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે આપી જાણકારી
ADVERTISEMENT
સામાન્ય રીતે આપણે જેટલા યુનિટ વિજળીનો વપરાશ કરીએ છીએ, તે દરેક યુનિટ પર ફયુલ સરચાર્જ લાગે છે. હવે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે જાણ કરી છે કે દરેક યુનિટ પર લાગતા ફયુલ સરચાર્જમાં મે અને જૂનનાં લાઈટબિલમાં 42 પૈસાનો વધારો થશે.
.jpg)
ADVERTISEMENT
કેટલું લાગશે પર યુનિટ સરછાર્જ?
ગયા વર્ષે દરેક યુનિટ પર 1 રૂપિયા 80 પૈસા સરચાર્જ લાગતું હતું.ત્યાર બાદ તે વધીને એક યુનિટ પર 2 રૂપિયા ને 20 પૈસા સરચાર્જ લાગતું હતું અને હવે તેમાં 42 પૈસાનો વધારો થતા 2 રૂપિયા અને 62 પૈસા સરચાર્જ થયું છે.
ADVERTISEMENT
.jpg)
બિલમાં કેટલો ફરક પડશે?
સામાન્ય રીતે બે મહિનાનું લાઈટ બિલ સામાન્ય ઘરમાં 4200 રૂપિયા આવે છે. તો આવામાં બે મહિનાનો સરેરાશ વિજળી વપરાશ 600 યુનિટ થાય છે. તો હવે 42 પૈસા પર યુનિટ સરચાર્જ વધતા 252 રૂપિયા બિલ વધારે આવી શકે છે, એટલે કે 4200 લાઈટ બિલ જો આવતું હોય, તો એ 4452 રૂપિયા થઇ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો