બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / gurmeet choudhary and debina bonnerjee set to welcome baby after 11 years of marriage

ચાહકોમાં ઉત્સાહ / ટીવીના લોકપ્રિય દંપત્તિએ આપ્યાં Good News, લગ્નના 11 વર્ષ બાદ બાળકનું થશે વેલકમ

Premal

Last Updated: 02:59 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીના લોકપ્રિય દંપત્તિ ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીએ પોતાના પ્રશંસકોને ખુશખબર સંભળાવી છે. બંને ટૂંક સમયમાં જૂનિયર ચૌધરીને વેલકમ કરવાના છે. ટીવી પર રામ અને સીતાનું પાત્ર નિભાવીને લોકપ્રિય થનારા દંપત્તિ ગુરમીત અને દેબિનાના લગ્નના 11 વર્ષો બાદ હવે માતા-પિતા બનવા માટે તૈયાર છે. બંનેએ સોશિયલ મીડિયામાં ખાસ તસ્વીરો શેર કરી પ્રશંસકોને આ અપડેટ આપી છે.

  • ટીવીના લોકપ્રિય દંપત્તિએ ચાહકોને Good News આપ્યાં
  • લગ્નના 11 વર્ષ બાદ દંપત્તિ હવે માતા-પિતા બનશે
  • ગુરમીત અને દેબિનાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીર

તસ્વીરમાં દંપત્તિ ખુશ જોવા મળ્યાં

દંપત્તિના ચાહકો પણ દંપત્તિને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ગુરમીત ચૌધરી અને દેબિનાએ એક તસ્વીર શેર કરી છે જેમાં બંને બ્લેક કલરના કપડામાં જોવા મળી રહ્યાં છે. જેમાં દેબિના બેનર્જી પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતા દેખાઈ રહી છે. આ તસ્વીરની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ત્રણ બનવા તરફ. ટૂંક સમયમાં જુનિયર ચૌધરી આવવાના છે. તમારા બધાની શુભેચ્છાની જરૂર છે. આ તસ્વીરમાં ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જી ખૂબ ખુશ જોવા મળી રહ્યાં છે. પ્રેગ્નન્સી ગ્લો દેબિના બેનર્જીના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. 

ભરપૂર શુભેચ્છાઓ મળી 

આ ગુડ ન્યુઝને શેર કરતા ગુરમીત ચૌધરીની પોસ્ટ પર શુભેચ્છાઓનો વરસાદ થયો છે. યે રિશ્તા ક્યા કહલાતા હૈ ફેમ કરણ મેહરાએ લખ્યું, દિલથી શુભેચ્છા મારા ભાઈ. હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયેલી મૌની રોયે પણ શુભેચ્છા આપતા લખ્યું છે, ઓ માય ગૉડ ઓ માય ગૉડ. મારા તરફથી પણ દિલથી શુભેચ્છા. આ સિવાય કોમેડિયન ભારતી સિંહના પતિ અને સ્ક્રીન રાઈટર હર્ષ લિમ્બાચિયા અને સાંત્યાની ઘોષે પણ દંપત્તિને શુભેચ્છા આપી છે. 

2011માં કર્યા હતા લગ્ન 

મહત્વનું છે કે, ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જી રામાયણના સેટ પર જ એકબીજાની નજીક આવ્યાં હતા. આ શોમાં ગુરમીત ચૌધરી તો દેબિના બેનર્જીએ સીતાનું પાત્ર ભજવ્યું હતુ. બંને 15 ફેબ્રુઆરી 2011ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ