બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Gunmen terrorize in Nigeria : abduction of 73 innocent children,night curfew and closure of schools across the state

આતંકી હુમલો / આ દેશમાં બંદૂકધારીઓનો આતંક : 73 માસૂમ બાળકોનું અપહરણ, રાજ્યભરમાં રાત્રી કર્ફ્યૂ અને શાળાઓ બંધ કરવાના આદેશ

ParthB

Last Updated: 01:36 PM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાઇજીરીયાના જામફરા રાજ્યના પોલીસ પ્રવક્તા મોહમ્મદ શેહુએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં હથિયારબંધી આંતકીઓએ શાળામાં ઘૂસણખોરી કરી 73 બાળકોનું અપહરણ કર્યું

 

  • ઘટનાની જાણ થતાં પોલીસ અને સેનાનો કાફલો શાળાએ પોંહોચ્યો 
  • નાઈજીરીયાના ઉત્તર-પશ્ચિમી રાજ્યોમાં અપહરણના કેસો વધ્યા 
  • ચાલુ વર્ષે 1 હજારથી વધુ બાળકોનું અપહરણ કરાયું  

આતંકવાદીઓએ હથિયારોના જોરે વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું 
નાઈજીરીયામાં ફરી એકવાર બંદૂકધારી આતંકીઓનો આંતક સામે આવ્યો છે. બુધવારે નાજીરીયાના જામફરા રાજ્યમાં આવેલી એક શાળામાં આતંકવાદીઓએ હથિયારોના જોર પર 73 વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું. બાળકોને નિશાન બનાવીને અપહરણ કરવાનો આ તાજેતરનો કિસ્સો છે. નાઈજીરીયામાં હથિયારબંદ જૂથને ડાકુ તરીકે ઓળખવામાં આવે છે. જે ખંડણી માટે બાળકોનું અપહરણ કરે છે. મહત્વનું છે. નાઈજીરીયાના ઉત્તર-પશ્ચિમી રાજ્યોમાં અપહરણના કેસો વધ્યા છે. આ વર્ષે સુધીમાં એક હજારથી વધુ બાળકોનું અપહરણ થયું છે. જેમાંથી મોટા ભાગે બાળકોને મુક્ત કરી દેવામાં આવ્યાં છે.

ઘટનાની જાણ થતાં પોલીસ, સેના સહિતનો કાફલો શાળાએ પહોંચ્યો  
નાઈજીરીયાના જામફરાના પોલીસ પ્રવક્તા મોમહમ્મદ શેહુએ જણાવ્યું હતું કે, બુધવારે જામફરા રાજ્યના મરાડુન વિસ્તારમાં કાયા સ્થિત એક માધ્યમિક શાળામાં મોટી સંખ્યામાં હથિયારધારી આતંકીઓએ શાળામાં ઘૂસણખોરીને 73 વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું. તેમણે  વઘુમાં ઉમેર્યુ હતું કે, આ વાતની જાણ પોલીસને થતાં તુરંત જ પોલીસનો કાફલો બચાવ ટીમ સાથે બાળકોને છોડાવવા માટે ઘટના સ્થળે પોંહોચી જવા ગઈ હતી. આ અંગે રાજ્ય માહિતી કમિશનર ઇબ્રાહિમ દોસારાએ જણાવ્યું હતું કે જામફરા રાજ્યના સત્તાવાળાઓએ રાત્રિ દરમિયાન મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે.

આતંકીઓની શિવિરો પર કાર્યવાહી છતાં હુમલા ચાલુ રાખે 
દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય રાજ્યો વર્ષોથી વિચરતી પશુપાલકો અને સ્થાનિક ખેડૂતો વચ્ચે દુશ્મનાવટનો ભોગ બન્યા છે. આ દુશ્મનાવટ પાણી અને જમીન પરના સંઘર્ષને કારણે છે. પરંતુ મોટી ગુનાહિત ગેંગના ઉદય સાથે હિંસા ઝડપથી વધી છે. આ ટોળકીઓ પશુઓની ચોરી કરે છે, દરોડા પાડે છે અને ગામોને લૂંટી લે છે.આ સિવાય ખંડણી માટે બાળકોનું અપહરણ પણ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી અસુરક્ષાને કારણે દબાણમાં છે. સેનાએ લશ્કરી દરોડા અને ડાકુઓના કેમ્પ પર હવાઈ હુમલા પણ શરૂ કર્યા છે. પરંતુ આ બધું હોવા છતાં, બંદૂકધારીઓ હુમલા અને અપહરણ કરવાનું ચાલુ રાખે છે.

જામફારામાં રાત્રી કર્ફ્યૂ અને શાળાઓ બંધ કરવાના આદેશ
જામફારા સહિત ચાર ઉત્તર-પશ્ચિમ રાજ્યોએ ડાકુઓની પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા માટે પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે. તેમાં મોટરબાઈક ટ્રાફિકને મર્યાદિત કરવા, ઈંધણની ખરીદીને પ્રતિબંધિત કરવા અને પશુ બજારો સ્થગિત કરવાનો સમાવેશ થાય છે.અપહરણના હુમલા દરમિયાન હથિયારધારી ગેંગ મોટે ભાગે મોટરબાઈક પર આવે છે. તેઓ ઉત્તર -પશ્ચિમ નાઇજીરીયાના જંગલોમાં છુપાયેલા કેમ્પમાંથી કામ કરે છે. આ ગુનેગારો એક રાજ્યમાં દરોડા અને અપહરણ કરે છે અને પછી તેમના પીડિતો સાથે બીજા રાજ્યમાં પાછા ફરે છે. આ વર્ષે ડાકુઓએ આ વિસ્તારોમાં શાળાઓને નિશાન બનાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ