મધ્યપ્રદેશ / ગુનામાં સડક દુર્ઘટનામાં એક મહંત સહિત 5 લોકોના મોત, 4 લોકો ઘાયલ

guna  5 killed along with juna akhada president mahant someshwar giri in a road accident near rajgarh

રાજગઢ જિલ્લામાં NH-52 પર ગંભીર સડક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પંચ દસાનન જૂના અખાડાના અધ્યક્ષ મહંત સોમેશ્વર ગિરી સહિત 5 લોકોના મોત નીપજ્યા છે. જેમાં 4 મૃતકો ઈન્દોરના 1 જ પરિવારના છે. પતિ પત્ની અને તેમના 2 બાળકોના ઘટનાસ્થળે મોત થયા છે. આ સાથે 4 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહંત ગિરી પોતાના સાથીઓ સાથે અમદાવાદથી લખનઉ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ