બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujaratis performed garba in Toronto

VIDEO / જોડે રહેજો રાજ...કેનેડામાં ગરબાની રમઝટ, ચાલુ વરસાદે મન મૂકીને ઝૂમ્યા ગુજરાતીઓ

Malay

Last Updated: 04:29 PM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હાલમાં આદ્યશક્તિ માતા જગદંબાની આરાધના કરવાનું પર્વ નવરાત્રિ ચાલી રહ્યું છે. ગુજરાત આખું નવરાત્રીમાં હિલોળે ચડ્યું છે. ત્યારે વિદેશમાં પણ ગરબાની ધૂમ ચાલી રહી છે. ગામની શેરીઓમાં ગવાતા દેશી ગરબા ટોરેન્ટોમાં પણ જોવા મળ્યા.

  • કેનેડાના ટોરોન્ટોમાં નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
  • ચાલુ વરસાદે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા
  • કેનેડાના ટોરેન્ટોમાં છેલ્લા 18 વર્ષથી થાય છે નવરાત્રી

નવરાત્રીનો તહેવાર ગુજરાતીઓ માટે ખૂબ જ મહત્વનો હોય છે, પછી ભલે તેઓ ગુજરાત બહાર વિદેશમાં જ કેમ ન રહેતા હોય, નવરાત્રી દરમિયાન ગુજરાતી ગમે ત્યાં ગરબા રમીને તહેવાર ઉજવે છે, આ તહેવારમાં માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશીઓ પણ હર્ષ ઉલ્લાસ સાથે ગરબે ઘુમતા હોય તેવા દ્રશ્યો હવે સામાન્ય થઈ રહ્યા છે.
 
 કોરોનાના બે વર્ષ દરમિયાન વિદેશમાં રહેતા ભારતીયો નવરાત્રીની ભવ્ય ઉજવણી કરી ન શક્યા હોવાથી આ વખતે અનેક દેશોમાં નવરાત્રીની ધુમ મચી છે. કેનેડાની વાત કરીએ તો કેનેડાના ટોરેન્ટોમાં છેલ્લા 18 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતીઓ, અન્ય કોમ્યુનિટી તેમજ કેનેડા GTA (ટોરેન્ટો આસપાસ વિસ્તાર)ના લોકોના સાથ સહકારથી આ ગરબાનું આયોજન કરવામાં આવે છે. 

આ વખતે પણ કેનેડામાં ગુજરાતી ગરબાની ધૂમ જોવા મળી. કેનેડામાં વરસતા ગુજરાતીઓએ તેમના ઘરની બહાર માતાજીની સ્થાપના કરી અને પછી મન મૂકીને ગરબે ઝૂમ્યા, ગામની શેરીઓમાં ગવાતા દેશી ગરબા ટોરેન્ટોમાં પણ જોવા મળ્યા. આ દરમિયાન ખેલૈયાઓ ચાલુ વરસાદમાં મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ સ્વેટર અને જેકેટ પહેરીને ગરબા રમીને નવરાત્રીની મજા માણી.

જુઓ વીડિયો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ