ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Gujarati Cinema / gujarati garba singer aishwarya majmudar shares an image with young man

રિલેશનશિપ / ગરબા ક્વીન ઐશ્વર્યા મજમુદારે પસંદ કરી લીધો જીવનસાથી, શૅર કરી તસવીર

Published By: vtvAdmin

Last Updated: 08:50 PM, 11 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરબા ક્વીન તરીકે જાણીતી ઐશ્વર્યા મજમુદારે પોતાના જીવન સાથીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે.

ADVERTISEMENT

સંગીત જગતની ફેમસ સિંગર ઐશ્વર્યા મજમુદારે પોતાના જીવનસાથીની પસંદગી કરી લીધી છે. અમદાવાદમાં જન્મેલી 25 વર્ષીય ઐશ્વર્યા મજમુદારે પોતાના મનના માણીગરની શોધ કરી લીધી છે. મજમુદારે ફેસબુક અને ઇસ્ટગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. તેમણે ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરેલ ફોટો સાથે લખ્યું હતું કે, પ્રેમની શોધ એ શરૂઆત છે, સ્વીકૃતિની શોધ એ પ્રમોળ છે, શાંતિની શોધ એ આશીર્વાદ છે અને તેને મેં શોધી લીધો છે. મને તેમાં ઘર દેખાયું. મને ખુબ જ ખુશી થાય છે કે મારા જીવનનો એક ભાગ તરીકે મારી દુનિયામાં શેર કરૂ છું. આભાર, તુ મારામાં શ્રષ્ઠ લાવ્યો છે. મુલ્કરાજ, જે બધા સવાલોનો જવાબ.

ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા મજમુદારે માત્ર 15 વર્ષની ઉંમરે સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા - છોટે ઉસ્તાદ નામનો સિંગિંગ રિયાલિટી શો જીત્યો હતો. અને ત્યારથી જ ઐશ્વર્યા ફેમસ થઈ હતી. આ રિયાલિટી શો બાદ ઐશ્વર્યા સિંગર તરીકે ઘણી ગુજરાતી ફિલ્મો અને બોલીવુડની પણ કેટલીક ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કરી ચૂકી છે. 
 

બોલીવુડમાં પણ ગીત ગાઇ ચૂકી છે

ઐશ્વર્યા વિટામિન શી, વોસ્સ અપ જિંદગી, કેવી રીતે જઈશ અને બઉ ના વિચાર માટે ગીતો ગાઈ ચૂકી છે. તો બોલીવુડમાં પ્રેમ રતન ધન પાયોના ગીતમાં પણ ઐશ્વર્યા અવાજ આપી ચૂકી છે. 
 

નાનપણથી ગાવાનો શોખ

ઐશ્વર્યા મજમુદાર ગાયિકા નાનપણથી ઘરમાં સંગીતનો માહોલ. ઘરમાં ઘણાએ સંગીત શીખ્યુ છે. બધાને ગાતા જોઇ ગાવાની ઇચ્છા થતી. ગાતા ગાતા ગાયન પ્રોફેશન બની ગયું. શોખ જ કામ બની ગયું. 3.5 વર્ષથી સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. 4.5 વર્ષથી ગુરૂજી પાસે તાલિમ શરૂ કરી હતી. છોટે ઉસ્તાદ જીત્યા બાદ મુંબઇમાં આવ્યા. મુંબઇમાં ગૌતમ મુખર્જી પાસે તાલીમ લીધી હતી. 

છોટે ઉત્સાદ બાદ જીવન બદલાઇ ગયું

હવે એડવાન્સ ક્લાસિકલ શીખે છે. સંગીતને કારણે ભણતર નથી બગડ્યું. સ્કુલ તરફથી ઐશ્વર્યાને ઘણો સહકાર મળ્યો છે. 6 વર્ષેની ઉંમરે ટીવી શૉમાં ભાગ લીધો હતો. 10 વર્ષે સારેગમપમાં ભાગ લીધો હતો. ભારતમાંથી ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું. સ્ટેજનો ડર ક્યારેય ન હતો. 14 વર્ષે છોટે ઉસ્તાદમાં ભાગ લીધો. છોટે ઉસ્તાદ બાદ જીવન બદલાઇ ગયુ. ત્યારની સ્પર્ધા ખરા અર્થમાં રિયાલિટી વાળી હતી. 

અનેક એવોર્ડ મળ્યા 

ઐશ્વર્યા ગુજરાતી ભાષાને માન આપે છે. ઐશ્વર્યા દરેકને ગુજરાતીને માન આપવાનો સંદેશ આપે છે. ઐશ્વર્યાને "ગુજરાત ગૌરવંતા" અવોર્ડ મળ્યો છે. કેનેડામાં મળ્યો છે "2 ધ મોસ્ટ ડિઝર્વિંગ ડોટર્સ ઓફ ગુજરાત"નો અવોર્ડ. ઐશ્વર્યા આ અવોર્ડ માટે ગર્વ અનુભવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

aishwarya majmudar garba singer gujarati garba relationship Relationship

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ