જુગારધામ / કસિનો સ્ટાઇલમાં ઉદયપુરના રિસોર્ટમાં જુગાર રમતા 59 ગુજરાતીઓ ઝડપાયા, આરોપીઓની યાદીમાં સૌથી વધુ અમદાવાદના

Gujarati caught gambling in udaipur uday baug hotel rajasthan

રાજસ્થાનના ઉદયપુરની ઉદયબાગ હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ થયો છે. કસિનો સ્ટાઇલ જુગારધામ પર પોલીસે રેડ કરી હતી. જેમાં 59 જેટલા ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ઉદયપુર પોલીસે 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો જુગાર અને સટ્ટો રમવા માટે ઉદયબાગ રિસોર્ટ આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ