ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ, ત્યારથી રાજ્યના મુખ્યમંત્રી જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરે છે, જે પરંપરા ભૂપેન્દ્ર પટેલ જાળવી રાખશે
કાલે સવારે જગન્નાથ મંદિર જશે મુખ્યમંત્રી
CM ભૂપેન્દ્ર પટેલ જ જાળવશે પહિંદ વિધીની પરંપરા
ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થતા ચાલતી હતી અટકળો
આજે અષાઢ સુદ બીજ 2079એ ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા નીકળશે. પણ સવારે થતી પહિંદવિધી સીએમ ભૂપેન્દ્ર પટેલને કોરોના થતાં કોણ કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. પણ હવે પહિંદવિધી મામલે ચાલતી અટકળોનો અંત આવી ગયો છે. કાલે સવારે જગન્નાથ મંદિર જઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધી કરશે.હાલ સીએમના સારા સ્વાસ્થ્યને લઇને આ નિર્ણય કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
વર્ષો જૂની પરંપરા તૂટતા બચી ગઈ
એ વાત તો સ્વાભાવિક છે મુખ્યમંત્રી જ પહિંદવિધિ કરે પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલ તો કોરોના પોઝિટીવ હતા. ત્યારે આ વખતે પહિંદ વિધિ કરશે કોણ તે એક સવાલ થઇ રહ્યો હતો.વર્ષોથી એવી પરંપરા છે કે સીએમ જ પહિંદવિધિ કરે પરંતુ જો તેઓ કોરોના નેગેટીવ ન આવ્યા તો આ પ્રોટોકોલ પણ તૂટી શકે તેવી ભીતિ હતી પણ મોડી રાત્રે મોટા સમાચાર મળી રહ્યા છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલની તબિયત સ્થિર છે કોઈ લક્ષણો નથી માટે વર્ષો જૂની પરંપરાને તેઓ જાળવી રાખશે અને સવારે રથયાત્રાની પહિંદવિધી CM ભુપેન્દ્ર પટેલ કરશે. સીએમ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કે કેમ તેના વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. પણ
પહિંદ વિધિ શું છે ?
ભગવાન નગરચર્યાએ નિકળે તે પહેલા પહિંદ વિધિ થાય છે
પુરીમાં પહિંદ વિધિનો મતબલ છેરા પહેરા વિધિ
પરંપરા પ્રમાણે રાજા કરે છે ભગવાનની પહિંદ વિધિ
સોનાની સાવરણીથી કરવામાં આવે છે પહિંદ વિધિ
પહિંદ વિધિમાં રથને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે
રથનો માર્ગ પણ સોનાની સાવરણીથી સાફ કરાઇ છે
ગુજરાતમાં મુખ્યમંત્રી પરંપરા મુજબ કરે છે પહિંદ વિધિ
મુખ્યમંત્રી સૌથી પહેલા ભગવાનના રથનું દોરડું ખેંચે છે
990થી પહિંદ વિધિની શરૂઆત
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે. તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ હતી. પુરી રથયાત્રામાં પુરીના રાજા પહિંદ વિધિ કરે છે.
29 જૂને આવ્યા હતા કોવિડ પોઝિટિવ
ગત 29 જુનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાના હળવા લક્ષણ જણતા તેઓએ કોવિડનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા મુખ્યમંત્રી પટેલની સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવા સૂચન કરવામા આવ્યું હતું. હાલ CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તબિયત સુધારા પર હાલ કોઈ લક્ષણ ન જણાતા આજે યોજાનારી પહિંદ વિધિમાં તેઓ ભાગ લેશે.