પહેલા ફી નિયમન હવે નવરાત્રી વેકેશનનો વિરોધ કેમ, શાળાઓ કેમ કરે છે મનમાની?

By : hiren joshi 10:45 PM, 10 October 2018 | Updated : 10:45 PM, 10 October 2018
સુરતઃ સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા નવરાત્રી વેકેશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સુરતની 400થી વધુ શાળાઓ દ્વારા આ વેકેશનનો વિરોધ કરવામાં આવ્યો છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે શાળાઓ ચાલુ રાખવામાં આવી છે.

નવરાત્રી એટલે ગુજરાતના સૌથી મહત્વના તહેવાર માનવામાં આવે છે. ત્યારે આ તહેવારને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા બાળકો મન મુકીને નવરાત્રી માણી શકે તે માટે 10 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. 

જો કે જે દિવસથી વેકેશન જાહેર કરવામાં આવ્યું તે દિવસથી જ વેકેશનની લઈને શાળા સંચાલકોમાં વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ કેટલા શિક્ષણ વિદો પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. સરકાર દ્વારા આ વેકેશનની જાહેરાત પહેલા જ કરવી જોઈતી હતી. શિક્ષકન સત્રના વચ્ચે કારવામાં આવતી જાહેરાતને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણને અસર પડે છે. સુરતસતુએ દક્ષિણ ગુજરાતની 400થી વધુ શાળાઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાંથી ગુજરાત બોર્ડની 387 જેટલી શાળાઓમાં આજે શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું હતું.

શાળા સંચાલકોની વાત આમ જોવા જઈએ સાચી જ છે. સરકાર દ્વારા નિર્ણય લેવામા ખરેખર મોડું કરવામાં આવ્યું છે. શાળાઓના સત્ર શરૂ થતાં પહેલાં જ સમગ્ર વર્ષ દરમિયાનનું પ્લાનિંગ થઈ જતું હોય છે. વિદ્યાર્થીઓની પરીક્ષા સહિતના પ્લાન પ્રમાણે જ શિક્ષકો દ્વારા તેમનો અભ્યાસક્રમ પૂરો કરવામાં આવતો હોય છે. ત્યારે જો આ પ્રમાણે વેકેશન જાહેર થાય તો શિક્ષકોને અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં પણ તકલીફ પડે વિદ્યાર્થીઓ પણ અભ્યાસની તરફેણ કરી રહ્યા છે. કારણકે રિવિઝન કરવામાં પણ મુશ્કેલી થતી હોય છે.

સુરતની જ વાત કરવામાં આવે તો સુરતના વાલીઓ પણ પોતાના બાળકના ભવિષ્યને લઈને ચિંતિત છે. તેથી તેઓ પણ આ વેકેશનનો વિરોધ કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે બાળકોની પરીક્ષા નવરાત્રી બાદ તુરત જ છે. તેથી જો વેકેશન આપવામાં આવે તો તેની સીધી અસર વિદ્યાર્થી ઓના ભણતર ઉપર પડે. શાળાઓ દ્વારા લેવાયેલા નિર્ણયને તેઓ વધાવી રહ્યા છે.

સરકાર દ્વારા જો નવરાત્રી વેકેશનની જાહેરાત કરવી જ હોય તો શૈક્ષણિક સત્રની શરૂઆતમાં કરવી જોઈએ. કારણ કે આખા વર્ષ દરમ્યાનનું કેલેન્ડર બહાર પાડીને કાર્યક્રમો જાહેર કરી દેવાય ત્યારે આવા તઘલઘી નિર્ણયથી બાળકો, શિક્ષકોણે વાલીઓ હતાં થાય છે.Recent Story

Popular Story