લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં આંતરિક ભડકો, હવે અહીં કકળાટ ચાલુ થયો

By : admin 02:57 PM, 16 January 2019 | Updated : 02:57 PM, 16 January 2019
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસમાં પણ આંતરિક ઝગડાઓ હવે સપાટીએ આવી રહ્યાં છે. કચ્છમાં પણ કંઈક આવું જ થયું. અહીં કોંગ્રેસમાં આંતરિક ભડકો સામે આવ્યો છે. કચ્છ કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે.

કચ્છમાં એક કાર્યક્રમમાં યુથ કોંગ્રેસનાં પોસ્ટરો લાગ્યાં. પોસ્ટરમાં પ્રદેશ પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખની બાદબાકી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મતભેદ પણ સામે આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં જાતીવાદને લઈને એક વાર ફરી રાજકારણ ગરમાયું છે. સાણંદમાં કોંગ્રેસથી નારાજ કાર્યકરોએ એક બેઠકનું આયોજન કર્યુ હતું. જેમાં અમદાવાદ જિલ્લા તથા તાલુકાનાં કાર્યકરતા તેમજ આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી.

40 જેટલાં કાર્યકરોએ આગેવાનો સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજીને પ્રદેશ કારોબારી તેમજ નેશનલ ડેલીગેટમાં સમાવેશ ના થતા નારાજગી નોંધાવી હતી. જિલ્લાનાં ક્ષત્રિય, ઠાકોર, કોળી તેમજ એસ.સી, એસ.ટી અને ઓબીસીને પ્રાધાન્ય ન આપતાં હોવાંને કારણે કાર્યકરો સહિત આગેવાનોએ નારાજગી વ્યકત કરી હતી અને આગામી દિવસોમાં પણ મહાસંમેલન યોજવા અંગે પણ નિર્ણય લેવાયો હતો.

નેતાઓની નારાજગી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં હોદ્દેદારોની થોડાંક દિવસો પહેલાં મિટીંગ પણ યોજાઇ હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતનાં કોંગ્રેસનાં નેતાઓ હાજર રહ્યાં હતાં.

આ બેઠકમાં નારાજ નેતાઓ પણ હાજર રહ્યાં અને ઘણી લાંબી ચર્ચા બાદ એવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે, આગામી લોકસભાની ચૂંટણી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જ લડવામાં આવશે. તો પ્રદેશ કોંગ્રેસનાં સંગઠનનું પુન:ગઠન પણ કરવામાં આવશે અને કામ નહીં કરનાર હોદ્દેદારોને જવાબદારીમાંથી મુક્ત કરાશે. તેમજ આગામી સંગઠનમાં નવી નિમણૂંક કરવાનાં પણ સહ પ્રભારીએ સંકેત આપ્યાં હતાં.Recent Story

Popular Story