Gujarat politics is in turmoil: on the one hand, the meeting of Patidars in Khodaldham, on the other hand, see what the BJP has done.
રાજકારણ /
ગુજરાતના રાજકારણમાં ધમધમાટ : એક બાજુ ખોડલધામમાં પાટીદારોની બેઠક તો બીજી બાજુ ભાજપે જુઓ શું કર્યુ
Team VTV12:38 PM, 12 Jun 21
| Updated: 01:16 PM, 12 Jun 21
આગામી 2022માં થનાર ચૂંટણીઓને લઈ અત્યારથી જ બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના રાજકાણમાં સત્તા પરિવર્તન થવાનું મનાઈ રહ્યું છે જેને લઈ પાટીદાર સમાજે પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે.
સાંપ્રત CM અને મંત્રી મંડળમાં કોઇ બદલાવ નહીં
સંગઠન-સરકારના તાલમેલથી કામ કરવા પર ભાર
ભાજપની બેઠકમાં ખોદલધામમાં બેઠકો મુદ્દે ચર્ચા
ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે તેમની આગેવાનીમાં આગામી 2022માં થનાર ચૂંટણીઓને લઈ અત્યારથી જ બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના રાજકાણમાં સત્તા પરિવર્તન થવાનું મનાઈ રહ્યું છે જેને લઈ પાટીદાર સમાજે પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે.
ભાજપની બેઠકમાં ખોદલધામમાં બેઠકો મુદ્દે ચર્ચા
ખોડલધામ ખાતે પાટીદાર સમાજની બેઠક મળી રહી છે તો આ તરફ ભાજપમાં પણ પાટીદાર નેતા અને પાટીદાર મંત્રીઓ સાથે રાખીને ભૂપેન્દ્ર યાદવ બેઠકો યોજી રહ્યા છે જેમાં ગોરધન ઝાડફિયા અને મંત્રી કૌશિક પટેલ સાથે વન ટુ વન બેઠક યોજી ખોડલધામાં ચાલી રહેલી બેઠકો મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે.
સાંપ્રત CM અને મંત્રી મંડળમાં કોઇ બદલાવ નહીં
ગઈ કાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સરકાર અને સંગઠનના નેતાઓ સાથે કોર કમિટીની બેઠક કરી હતી જેમાં મુખ્યમંત્રી રૂપાણી, સી.આર પાટીલ, નીતિન પટેલ સહિતના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હાલ ગુજરાતના રાજકાણમાં મોટા ફેરફાર થવાની ચર્ચાઓ જોર પકડી રહી છે.
સાંપ્રત CM અને મંત્રી મંડળમાં કોઇ બદલાવ નહીં
ગાંધીનગર ખાતે મળેલી ભાજપ પ્રભારીની બેઠકમાં નિર્દેશ કરાયો છે કે અત્યારે સાંપ્રત CM અને મંત્રી મંડળમાં કોઇ બદલાવ નહીં કરવામાં આવે. હાલના તબક્કે CMની અધ્યક્ષતામાં જ 2022માં ચૂંટણી લડવાની યોજના પર કામ કરવાનું કહેવામા આવ્યું છે. સાથે જ સંગઠન-સરકારના તાલમેલથી કામ કરવા પર ભાર મુકવામાં જણાવવામાં આવ્યું છે મહત્વનું છે કે કોરોની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે સંગઠન-સરકાર વચ્ચે તાલમેલને કામ કરવાનું કહેવામાં આવ્યું છે.ગઈ કાલે મળેલી બેઠકમાં બીજી કોરોનાની બીજી લહેરમાં લોકોની નારાજગી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
15મી જૂને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
આગામી 15મી જૂને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાનાર છે અને ધારાસભ્યોની પણ બેઠક યોજાશે. જેમાં ભાજપના નેતાઓને બહાર નિકળવા સૂચના આપવામાં આવશે. કોરોનાની મહામારીમાં પ્રજામાં રોષ ભડકે તો શાંતિથી સાંભળી ઉકેલવાનું માર્ગદર્શન આપવામાં આવશે.ભાજપના નેતાઓને બહાર નીકળી પ્રજાને શાંતિથી સાંભળી સમસ્યા ઉકેલવા સૂચના આપવામાં આવશે.
બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાઈ
આ બેઠક બાદ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે બેઠકમાં સરકાર અને પક્ષ દ્વારા કોરોનામાં કરાયેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વાવાઝોડા રાહત અંગે કેન્દ્ર સરકારના પેકેજ અંગે પણ ચર્ચા કરાઇ હતી. તો આ સાથે જ આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. સી.આર.પાટીલે કહ્યું કે ચૂંટણીને લઇ પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે. કેટલાક સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા છે.