Gujarat politics heated up again: Congress gets a big blow again, former MLA and veteran leader does saffron
BIG NEWS /
ફરી ગરમાયું ગુજરાતનું રાજકારણ: કોંગ્રેસને ફરી મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતાએ કર્યા કેસરિયા
Team VTV01:12 PM, 30 Jan 23
| Updated: 01:42 PM, 30 Jan 23
કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કમલમ પહોંચી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરિયા કરી લીધા
ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો
કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે આપ્યું રાજીનામું
કમલમમાં સી.આર.પાટીલના હસ્તે કેસરિયા કર્યા
ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, આજે સવારે વિગતો મળી હતી કે, આણંદ જિલ્લામાંથી બે પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. આ તરફ હવે કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદમાં હવે કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કમલમ પહોંચી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરિયા કરી લીધા છે.
કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું
ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના ધારાસભ્યો કે નેતાઓ ભાજપમાં જોડાવાની સંખ્યામાં વધારો થયો છે. કોંગ્રેસને આજે વધુ એક ફટકા સ્વરૂપે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. આ સાથે કાંતિ સોઢા પરમારે હવે ભાજપનો ખેસ પહેરી લીધો છે.
કોણ છે કાંતિ સોઢા પરમાર?
કાંતિ સોઢા પરમાર 2017માં આણંદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલ સામે હાર થઈ હતી. નોંધનીય છે કે, કાંતિ સોઢા પરમાર કોંગ્રેસ છોડે તેવી અગાઉ 2020માં પણ અટકળ સામે આવી હતી. તો વળી તાજેતરમાં સ્થાનિકોએ મતવિસ્તારમાં પડતી અગવડોને લઈને કાંતિ સોઢા પરમારને ઘેર્યા હતા. આ સાથે તાજેતરમાં કાંતિ સોઢા પરમારના દિકરા ઉપર એક યુવકને માર માર્યાનો આક્ષેપ લાગ્યો હતો.
આણંદ સર્કિટ હાઉસમાં થઈ હતી મિટિંગ
મહત્વનું છે કે, આજે આણંદ સર્કિટ હાઉસમાં બંધબારણે એક મિટિંગ પણ થઈ હતી. જેમાં આણંદ જિલ્લામાંથી બે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી. જો આ બધી ગતિવિધિઓની વચ્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દેતાં તે કેસરિયા કરશે તે નક્કી થઈ ગયું હતું.