બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Gujarat police grade pay case: A police constable sitting on a picket was detained

ગ્રેડ પે આંદોલન / 23 માંગોને લઈ 1 પોલીસ કોન્સ્ટેબલ વિધાનસભા બહાર ધરણા પર બેઠો, પોલીસ આવીને ઉઠાવી ગઈ

Vishnu

Last Updated: 07:36 PM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનુશાસિત ફોર્સ હોવાના કારણે અને યુનિયન બનાવવાની મંજૂરી ન હોવાને કારણે ખુલ્લે આમ પોલીસકર્મીઑ વિરોધ પણ કરી શકતા નથી.

  • હાર્દિક પંડ્યા નામના કોન્સ્ટેબલ ધરણાં પર બેઠો
  • વિધાનસભાની બહાર ધરણાં પર બેઠો કોન્સ્ટેબલ
  • સેક્ટર 7 પોલીસે કોન્સ્ટેબલને ડિટેઇન કર્યો

પોલીસ ગ્રેડ પેના આંદોલનનો જોર પકડી રહ્યો છે. તમામ પોલીસકર્મી મોટા પાયે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી ગ્રેડ પે વધારાની માંગ કરી રહ્યા છે. અનુશાસિત ફોર્સ હોવાના કારણે તેમને યુનિયન બનાવવાની મંજૂરી ન હોવાને કારણે ખુલ્લે આમ પોલીસકર્મીઑ વિરોધ પણ કરી શકતા નથી. પણ ગાંધીનગરમાં એક કોન્સ્ટેબલ પોલીસ અધિકારીના અનુસાનના પરિપત્રને અવગણી પોતાની માંગ બુલંદ કરવા વિધાનસભાની બહાર ધરણાં પર બેઠો હતો. 

હાર્દિક પંડ્યા નામના કોન્સ્ટેબલની પોલીસ કરી અટક
હવે આર યા યારની લડાઈ દેખાઈ રહેલા પોલીસકર્મી ખૂલીને ગ્રેડ પે વધારા મામલે માટે બહાર આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં વિધાનસભા બહાર હાર્દિક પંડ્યા નામના કોન્સ્ટેબલ ધરણાં પર બેઠો હતો. ગ્રેડ પે અને સાતમા પગાર માંગને લઈ ધરણાં પર બેઠેલા સેક્ટર 7 પોલીસે કોન્સ્ટેબલને પોતાની અભિવ્યક્તિ રજૂ કરતાં રોકવામાં આવ્યો હતો અને પોલીસે પોલીસ કોન્ટેબલને ધરણાં સ્થળેથી ડિટેઇન કર્યો હતો.

કેમ આંદોલનનું રણશિંગુ ફુંકાયું?
LRDમાંથી 12 વર્ષે કોન્સ્ટેબલ બને ત્યાં સુધી કોન્સ્ટેબલના પગારમાં કોઈ બદલાવ થતો નથી. 1800 રૂપિયાનો ગ્રેડ પે મેળવતા પોલીસને 20 હજાર રૂપિયા પગાર મળે છે પણ જો 2800 રૂપિયા ગ્રેડ પે થાય તો કોન્સ્ટેબલને 33 હજાર પગાર મળે.અન્ય વિભાગના કર્મચારીઓની જેમ પોલીસ પણ પોતાના યુનિયન માટે લડે છે કારણ કે અનુશાસિત ફોર્સ હોવાના કારણે તેમને યુનિયન બનાવવાની મંજૂરી નથી જેથી પોતાની માગોને જાહેરમાં વ્યક્ત કરી શકતા નથી, આંદોલન કરી શકતા નથી અને ફરજના કલાકો નક્કી નહી હોવાના કારણે શારીરિક-માનસિક યાતનાઓ ભોગવે છે. પોલીસ કોન્સ્ટેબલના કામના કલાકો નક્કી નથી આથી લાંબા સમયથી માંગ હોવા છતાં પણ કોઈ નિષ્કર્સ ન આવતા આંદોલનનું રણશિંગુ ફુંકાયું છે.

આંદોલન કરી રહેલા પોલીસકર્મીઓની 23 માગો

1. રાજ્યનાં કોન્સટેબલો, હેડ કોન્સટેબલો તેમજ એ.એસ.આઇનાં ગ્રેડ-પે અન્ય રાજ્યોનાં પ્રમાણમાં ખુબ જ ઓછા છે જેના બદલે ૨૮૦૦, ૩૬૦૦ અને ૪૨૦૦ કરવામાં આવે.
2. વર્ગ ૩માં ગણતરી થતાં પોલીસ કર્મચારીઓને વર્ગ ૩ મુજબ ગ્રેડ પે અને પે બેન્ડ આપવામાં આવે.
3. પોલીસ કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવે છે પરંતુ જે રજા પગારનું ચુકવણું કરવામાં આવે છે તે છઠ્ઠા પગારપંચ મુજબ આપવામાં આવે છે, જેમાં સુધારો પણ સરકાર દ્વારા કરવામાં આવે.
4. રાજ્ય સરકારના કર્મચારી પોલીસના માણસો હોવા છતાં સરકારના અન્ય કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના ૧૦/૨૦/૩૦ના લાભો સામે પોલીસ કર્મચારીઓને ૧૨/૨૪નું ધોરણ આપવામાં આવે છે. અગાઉ ત્રણ તબક્કામાં પગાર ધોરણ અપાતું હતું પરંતુ હવે માત્ર બે તબક્કામાં પગાર ધોરણ અપાય છે. જે તાત્કાલિક ધોરણે પુર્વવત કરવામાં આવે.
5. પોલીસ કર્મચારીઓ માટે ખરીદવામાં આવતા આર્ટીકલ્સની ગુણવત્તા સુધારવા ઉપરાંત હથિયારી અને બિન હથિયારીની એક જ કેડર કરી દેવામાં આવે તેમજ ઓર્ડરલી પ્રથા બંધ કરીને અથવા તેની અલગથી વર્ગ ૪ની ભરતી કરવામાં આવે.
6. રાજ્યમાં પોલિસ કર્મચારિઓને ચુકવવામાં આવતા ભથ્થાઓની રકમ જે છેલ્લા ઘણા વર્ષોથી વધારાઇ નથી તે તાત્કાલિક અસરથી વધારવામાં આવે.
7. રાજ્યના પોલિસ કર્મચારિઓને અમાનવિય રીતે તેમજ માનવ અધિકારોના હનન મુજબ ૮ કલાકથી વધુ કામ કરાવવામાં આવે છે તેમાં વધારાના કલાકો માટે અતિરિક્ત ચુકવણું કરવામાં આવે તેમજ ચોમાસા, શિયાળા અને ઉનાળા જેવી તમામ ઋતુ દરમ્યાન શારિરિક સુરક્ષાનાં પર્યાપ્ત સાધનો ફાળવવામાં આવે.
8. હાલમાં જે રીતે અન્ય સરકારી વિભાગોનાં હિતોની રક્ષા માટે સંગઠનો બનાવવાનો અધિકાર છે તે મુજબ ગુજરાત પોલિસને પણ પોતાનુ યુનિયન / સંગઠનો બનાવવા અધીકાર આપવામાં આવે.
9. રાજ્યનાં પોલિસ કર્મચારિઓ જ્યારે બહારનાં રાજ્યોમાં તપાસ અર્થે જતા હોય કે પછી બંદોબસ્ત માટે જતા હોય ત્યારે તેઓને સુવિધાપુર્ણ અતિરિક્ત ભથ્થાઓ અગ્રિમરૂપથી તેમજ તેમના બેંક ખાતાઓમાં સિધ્ધા જ જમા કરી આપવામાં આવે.
10. જ્યારે પણ કોઇ પોલિસ કર્મચારીને ફરજ મુક્ત કરવામાં આવે ત્યારે તેઓનો સસ્પેનશન સમયગાળો નિશ્ચિત કરવામાં આવે.

11. SRPF  પણ ગુજરાત પોલીસ નો એક વિભાગ જ છે માટે SRPF જવાનો ને જીલ્લા મુજબ સ્થાયી કરવામાં આવે.
12. નવા પગાર પંચ મુજબ રજા બીલ આપવુ તેમજ તેમાં જાહેર રજા પગાર બંધ ન કરવામાં આવે.
13. ૮ કલાક ઉપર નોકરી લેવામાં આવે ત્યારે દર કલાક ૧ કલાક મુજબ રૂ.૧૦૦/- લેખે વધારાનુ ભથ્થુ આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
14. પોલીસ કર્મચારીને હજુ પણ દર માસે માત્ર રૂ.ર૦/- નું સાયકલ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવું ન્યુનતમ એલાઉન્સ દર માસે રૂ.૫૦૦/- આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
15. પોલીસ કર્મચારીને દર માસે રૂ.ર૫/- વોશીંગ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવિન એલાઉન્સ દર માસે રૂ.૧૨૦૦/- આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
16. હાલ ગુજરાત પોલીસ કર્મચારીઓને દર માસે રૂ.૪૦૦/- નું ટ્રાવેલ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવું એલાઉન્સ દર માસે રૂ.૧૫૦૦/- આપવું, જેમાં દર પાંચ વર્ષે આ રકમમાં વધારો કરવો.
17. અઠવાડીયા દરમ્યાન કોઇ પણ એક દિવસ નક્કી કરી એક વિકલી ઓફ એટલે કે રજા ફરજીયાત આપવી. જો અઠવાડીયા દરમ્યાન કોઇ અગત્યનો બંદોબસ્ત હોય અને વિકલી ઓફ આપી શકાય તેમ ન હોય તો બીજા સપ્તાહમાં બે વિકલી ઓફ આપવા. જ્યારે લોકડાઉન જેવી સ્થિતિમાં રજા ઉપર પ્રતિબંધ હોય ત્યારે રાજ્યનાં પોલિસ કર્મચારીઓને વિકલી ઓફ દરમ્યાનો એક દિવસ લેખે રૂ.૧૦૦૦/- ભથ્થુ ચુકવવું. જાહેર રજાના દિવસે વિકલી ઓફ આપવામાં આવે તો પણ નિયત કરેલ પગાર મુજબનો રજા પગાર કર્મચારીને આપવો. જેમાં પણ દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
18. કર્મચારી સતત નોકરી કરતા હોવાના ભારણ પગલે પોલિસ કર્મચારિઓ પોતાના બાળકોને અભ્યાસ પાછળ પુરતો સમય નથી આપી શકતા જેથી બાળક દિઠ ટયુશન ફ્રી આપવી. જેમાં ધોરણ-૧ થી ૫ સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂ.૫૦૦/- તથા  ધોરણ-૬ થી ૯ સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂ.૧૦૦૦/- તથા ધોરણ-૧૦ થી ૧૨ સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂ.૧૫૦૦/- દર માસે આપવા. જે ફકત બે બાળક સુધી ટયુશન ફ્રી મળવા પાત્ર રહે તેવી વ્યવસ્થા ગોઠવી શકાય.
19. કર્મચારી સતત નોકરી તથા કામનાં ભારણના કારણે પોતના સ્વાસ્થ્યની કાળજી નથી રાખી શકતા જેથી સરકાર તરફથી દરેક કર્મચારીને રૂ.૩૦૦૦૦૦/- લાખ સુધીનો હેલ્થ મેડીકલેઇમ આપવો. જેમાં (કર્મચારી + પત્ની + બે બાળકો) નો સમાવેશ કરવો અથવા કર્મચારી ધ્વારા જાતે રૂ.૩૦૦૦૦૦/- લાખ સુધીનો કોઇ પણ કંપનીનો હેલ્થ મેડીકલેઇમ લેવામાં આવે તો સરકાર તરફથી કર્મચારીને હેલ્થ મેડીકલેઇમના પ્રિમિયમની 50% રકમ સરકાર ધ્વારા ચુકવવાની વ્યવસ્થા ગોઠવી શકાય.
20. રાજય લેવલે વેલ્ફર કપાત બંધ કરી જીલ્લા લેવલે વેલ્ફર પોલીસ મંડળ તૈયાર કરી તેનુ સંચાલન જીલ્લા પોલીસ મંડળ ધ્વારા કરવામાં આવે તે રીતે જોગવાઇ કરવી.

21. પોલીસ કર્મચારીને વર્ષ દરમ્યાન બે જોડી પોલીસ યુનિફોર્મનુ કાપડ આપવામાં આવે છે જે યોગ્ય નથી પોલીસ કર્મચારીને સતત નોકરીમાં પોલીસ યુનિફોર્મ પહેરવાનો હોવાથી ચાર જોડી યુનિફોર્મનુ કાપડ આપવુ તેમજ તેની સીલાઇનો ખર્ચ એક યુનિફોર્મ મુજબ રૂ.૧ર૦૦/- લેખે ચુકવવા.
22. પોલીસ કર્મચારીને વર્ષ દરમ્યાન બે જોડી પી.ટી.સુઝ તથા એક જોડી બ્લેક કલરના કટબુટ આપવામાં આવે છે જે એક દમ હલકી ગુણવત્તાના હોય છે જેથી કર્મચારી પી.ટી.સુઝ/બ્લેક કટબુટ જાતે ખરીદી કરી શકે તેવી જોગવાઇ કરી તેમજ વર્ષ દરમ્યાન બે જોડી પી.ટી.સુઝ ખરીદી માટે રૂ.૨૦૦૦/- તથા એક જોડી બ્લેક કલરનાં કટબુટ ખરીદી માટે રૂ.૨પ૦૦/- દર વર્ષે ચુકવવા.
23. પોલીસ કર્મચારીનો ફીકસ પગાર તાલીમ પુરતો જ રાખવો, પોલીસ કર્મચારીની તાલીમ પુર્ણ થયેથી ફુલ પગાર ધોરણ આપવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ