બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat police chief cannot demand names of specific officers, DGP orders

મોટા સમાચાર / ગુજરાત પોલીસની વિવિધ કચેરીના વડા કોઇ ચોક્કસ અધિકારીઓની નામજોગ માંગ નહીં કરી શકે, DGPનો આદેશ

Malay

Last Updated: 11:11 AM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના પોલીસ અધિકારીઓની બદલીમાં ભલામણને લઈને DGP વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જે મુજબ હવે પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલીમાં હવે IPS અધિકારીઓની અંગત ભલામણ નહીં ચાલે.

 

  • પોલીસ બદલીને લઈ મોટા સમાચાર
  • નામજોગ માંગણી કરેલા કર્મચારીની નહીં થઈ શકે બદલી
  • ચોક્કસ PI અને PSIની નહીં કરી શકે માંગણી

ગુજરાત પોલીસની બદલીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ પોલીસ અધિકારીઓએ નામજોગ માંગણી કરેલા કર્મચારીની બદલી થઈ શકશે નહીં. પોલીસ વડાઓ ચોક્કસ PI અને PSIની માંગણી કરી શકશે નહીં. અગાઉ ફરજ મોકૂફ થયેલા કચેરીના વડા ફરીથી તે કચેરીની માંગણી કરી શકશે નહીં. આ DGP વિકાસ સહાય દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. 

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અનોખું દ્રશ્ય, કર્મીઓ સાથે ચાય પે ચર્ચા કરતા  દેખાયા પોલીસ કમિશનર | A unique scene at Vastrapur Police Station, the Police  Commissioner was seen ...

પોલીસ વડાઓની ભલામણને પ્રોત્સાહન નહીં અપાય 
પરિપત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાજ્ય પોલીસ દળની વિવિધ કચેરીઓના વડાઓ તેમની કચેરી માટે પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગમાં અમુક ચોક્કસ અધિકારીઓની નામ જોગ માંગણી કરે છે. આવી રજૂઆતોની ચકાસણી કરતા કેટલાક કિસ્સાઓમાં કેચેરીના વડાઓ દ્વારા અગાઉ તેમની સાથે ફરજ બજાવી ચુકેલા પોલીસ અધિકારીઓને તેમના નિયંત્રણ હેઠળની કચેરી ખાતે નિમણૂંક આપવા રજૂઆત કરવામાં આવે છે. જે યોગ્ય ન હોઈ, આવી રજૂઆતોને અત્રેથી પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.

DGP વિકાસ સહાયે બહાર પાડ્યો પરિપત્ર
પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ફરજ મોકુફ ઉપરથી પુનઃસ્થાપિત થયેલ પોલીસ અધિકારીઓ તેઓને જે કચેરીની ફરજ દરમિયાન ફરજ મોકુફ થયેલ છે. તે જ કચેરીના વડા દ્વારા તેમની પુનઃમાંગણી કરવામાં આવે છે. જે ગંભીર બાબત હોઈ, આ પ્રકારની રજૂઆતોને પણ અત્રેથી પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.

ભલામણ ચલાવી લેવામાં આવશે નહીં
આવી જ રીતે જ્યારે કોઈ અધિકારીઓની નામ જોગ માંગણી કરવામાં આવે છે ત્યારે તેઓએ અગાઉ જિલ્લા/શહેર/યુનિટ ખાતે ફરજ બજાવેલ છે કેમ? તેની સેવાવિષયક માહિતી ચકાસણી કર્યા વગર બદલીની ભલામણ કરવામાં આવતી હોય છે. જે પણ યોગ્ય ન હોઈ, આવી રજૂઆતોને પણ અત્રેથી પ્રોત્સાહન આપવામાં આવશે નહીં તેવું પરિપત્રમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ અધિકારીઓની બદલીમાં ભલામણને લઈને અનેક બાબતો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ધ્યાને આવી હતી. જે બાદ તેઓએ આ પરિપત્ર જાહેર કરીને કહ્યું છે કે હવેથી માનીતા પોલીસ અધિકારીઓ માટે ભલામણ ચલાવી લેવામાં આવશે નહીં. 

 


 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ