બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / gujarat mla jignesh mevani sent to 5 day police custody

BREAKING / જિગ્નેશ મેવાણીને મોટો ઝટકો: જામીન અરજી રદ, 5 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે

Pravin

Last Updated: 05:58 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને 5 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

  • જિગ્નેશ મેવાણીને ફરી વાર ઝટકો લાગ્યો
  • આસામ પોલીસે અન્ય એક કેસમાં ધરપકડ કરી
  • 5 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે

 

ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને 5 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મંગળવારે જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે મહિલા પોલીસ કર્મી દ્વારા એસ્કોર્ટ કરવા દરમિયાન છેડછાડ અને અભદ્ર ભાષાનો પ્રયાગ મામલે રજૂ કરવામાં આવ્યા હતા. જિગ્નેશ મેવાણી પર લાગેલા આરોપની સુનાવણી કરતા બારપેટા સીજેએમ કોર્ટે તેમની જામીન અરજી રદ કરી દીધી હતી. સાથે જ કોર્ટે મેવાણીને 5 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

મેવાણી પર ફરી વાર લગાવ્યો ગંભીર આરોપ

આપને જણાવી દઈએ કે, આસામના કોકરાઝાર કોર્ટમાંથી જિગ્નેશ મેવાણીને જામીન મળી ગયા હતા. તેના તુરંત બાદ પોલીસે મેવાણીને અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન કોરકાઝારથી જિગ્નેશ મેવાણીને બારપેટા લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પર પોલીસકર્મી સાથે છેડછાડ કરવા અને તેમની સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.  આ અગાઉ જિગ્નેશ મેવાણી પર પીએમ મોદી વિરુદ્ધ વિવાદીત ટ્વિટ કરવાને લઈને ધરપકડ થઈ હતી. આસામ પોલીસે મેવાણીને ગુજરાતમાંથી ધરપકડ કરીને લઈ ગઈ હતી. આ મામલામાં મેવાણી ત્રણ દિવસ સુધી પોલીસ રિમાંડમાં હતા.

ભાજપ-આરએસએસ અને મોદી પર વિવાદીત ટ્વિટ

જિગ્નેશ મેવાણીમાં નોંધાયેલ ફરિયાદ વિરુદ્ધ આઈપીસીની કલમ 120 બી સહિત કેટલીય કલમો લગાવામાં આવી છે. તેમના પર ભાજપ અને આરએસએસ તથા પીએમ મોદી વિરુદ્ધ વિવાદીત તથા આકરા શબ્દોમાં ટિપ્પણી કરવાનો આરોપ છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા જ મેવાણીએ વિવાદીટ ટ્વિટ કર્યું હતું, જેના પર પોલીસે એક્શન લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ