બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / GUJARAT local body election 2021 : ELECTION RESULTS LIVE

પરિણામ / Gujarat local body polls results: મનપામાં જીત બાદ ભાજપ ગેલમાં, 'CMએ કહ્યું મોદી શાહનો ગઢ છે ગુજરાત', કેજરીવાલ આવશે સુરત

Parth

Last Updated: 10:31 PM, 23 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 479 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે 59 બેઠકો પર કોંગ્રેસ જીત્યું છે અને 27 બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે ગઇ છે. તો અન્ય પક્ષોએ 11 બેઠકો પર જીત હાંસલ કરી છે.

  • ગુજરાતની તમામ મનપામાં ભાજપની જીત 
  • સુરતમાં આમ આદમી પાર્ટીની જોરદાર એન્ટ્રી 
  • સીએમ રૂપાણીએ કહ્યું મોદી શાહનો ગઢ છે આ ગુજરાત 

મહાનગરપાલિકાના પરિણામો

અમદાવાદમાં કુલ 192 બેઠકોમાંથી 159 પર ભાજપ, 25 પર કોંગ્રેસ, 1 અપક્ષ અને 7 પર અન્ય પક્ષની જીત થઇ છે. જ્યારે સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપની 93, કોંગ્રેસને એકપણ બેઠક નહીં જ્યારે આમ આદમી પાર્ટીની 27 બેઠકો પર જીત થઇ છે. વડોદરામાં કુલ 76 બેઠકોમાંથી 69 ભાજપ અને 7 બેઠકો પર કોંગ્રેસની જીત થઇ છે. તો રાજકોટમાં 72 બેઠકોમાંથી 68 બેઠકો પર ભાજપ અને 4 બેઠકો પર કોંગ્રેસની જીત થઇ છે. જ્યારે ભાવનગરની 52 બેઠકોમાંથી 44 પર ભાજપ અને 8 પર કોંગ્રેસનો વિજય થયો છે. તો જામનગરમાં 64 બેઠકોમાંથી 50 પર કમળ ખીલ્યું છે જ્યારે 11 પર કોંગ્રસનો પંજો જીત્યો છે. તો અન્ય ઉમેદવારો 3 બેઠક જીત્યા છે.

આમ, ગુજરાતની 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 479 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે 59 બેઠકો પર કોંગ્રેસ જીત્યું છે અને 27 બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે ગઇ છે. તો અન્ય પક્ષોએ 11 બેઠકો પર જીત હાંસલ કરી છે. આમ, ભારે બહુમતિ સાથે ભાજપે ગુજરાતની તમામ 6 મહાનગરપાલિકાઓ પર કબજો કર્યો છે.

  કુલ સીટ BJP INC AAP OTH
અમદાવાદ 192 159 25 0 8
સુરત 120 93 0 27 0
વડોદરા 76 69 7 0 0
રાજકોટ 72 68 4 0 0
ભાવનગર 52 44 8 0 0
જામનગર 64 50 11 0 3
કુલ 576 479 59 27 11

સુરત મનપામાં કોંગ્રેસ એકપણ બેઠક  ન જીતી શક્યું

સુરતમાં કોંગ્રેસનું ખાતુ પણ ન ખુલતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં કોંગ્રેસની હાર બાદ કાર્યકરોમાં રોષ ફેલાયો છે. કાર્યકરોએ શહેર પ્રમુખના પૂતળા દહન કર્યું છે.  કોંગ્રેસ કાર્યાલય ખાતે તુષા ચૌધરી અને અગ્રણી કદી પીરઝાદાનું પૂતળુ સળગાવ્યુ છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામો બાદ AAPની પત્રકાર પરિષદ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામો બાદ AAPની પત્રકાર પરિષદ. AAP નેતા  કહ્યું કે, અમારા પર જનતાએ જે વિશ્વાસ મુક્યો તે બદલ આભારી છીએ. ગુજરાતની જનતાએ વિપક્ષ તરીકે અમને મત આપ્યા. જરૂર પડશે ત્યા ભાજપ સાથે સંઘર્ષ કરીશું. 26 તારીખે અરવિંદ કેજરીવાલ સુરત આવશે. સુરતમાં અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે. AAPના નેતા જયદીપ પંડ્યાએ કહ્યું કે, ગુજરાતની રાજનિતીમાં પરિવર્તન માટે AAP આવી છે. સુરતમાં મોટી જવાબદારી સોંપી છે તેના પર ખરા ઉતરીશું.

આગામી 26 ફેબ્રુઆરીએ સુરત આવશે કેજરીવાલ

AAPની જીત બાદ 26 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરત આવશે. સુરતમાં રોડ-શો કરશે. સુરતમાં AAPને 27 બેઠકો મળી છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું કે, નવી રાજનીતિની શરૂઆત માટે ગુજરાતના લોકોને શુભેચ્છા.

ગુજરાતની બધી જ મનપામાં ભાજપનો કેસરીયો લહેરાયો, મોટા ભાગની બેઠકોમાં ભાજપ આગળ 

ગુજરાતની બધી જ મનપામાં ફરીવાર ભાજપનો ભગવો લહેરાયો છે. બધી જ મનપામાં ભાજપને રેકોર્ડબ્રેક લીડ મળી ગઈ છે જે બાદ ભાજપ કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપની અંદર જૂથવાદ છે તેવા આરોપોને જનતાને રદિયો આપ્યો હોય તેવું સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે. ભાજપ દ્વારા ખાનપુરમાં જેપી ચોક ખાતે ભવ્ય ઉત્સવની તૈયારી કરી દેવામાં આવી છે. 

CR પાટિલના ગઢમા AAPએ પાડ્યું ગાબડું, સીએમ રૂપાણીના ગઢમાં ભાજપનો ભવ્ય વિજય 

સીએમ રૂપાણીના ગઢ એવા રાજકોટમાં ભાજપનો જોરદાર વિજય થયો છે. આખા શહેરમાં ભાજપનો સપાટો જોવાં મળી રહ્યો છે. આ શહેરમાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલવામાં પણ ફાંફાં પડી ગયા હતા. પરંતુ સુરત જે ભાજપના પ્રદેશ અધ્યક્ષનું ગઢ છે તેમાં ભાજપ માટે એક મુશ્કેલી ઊભી થઈ છે કે સુરતમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી મારી દીધી છે, સુરતને કેટલાય વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી બાદ આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની ગઈ છે, આ સિવાય સાંજે 4 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં સુરતમાં આમ આદમી પાર્ટી 23 બેઠકો પર આગળ હતી. 

સીએમ રૂપાણીનો હુંકાર

ગુજરાતની 6 મનપાની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામથી ભાજપની સાર્વત્રિક જીત જોવા મળી રહી છે. જો કે, સુરતના માર્ગથી AAPની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. પરંતુ જોવામાં આવે તો, કોંગ્રેસની તમામ જગ્યાએ હાર થઈ છે. ભાજપની જીતની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ Tweet કરી દીધી છે. અને ગુજરાત હજુ પણ ભાજપનો ગઢ હોવાની વાત કરી છે.

રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

 રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો રકાસ નીકળી ગયો છે જે બાદ પરાજયની જવાબદારી સ્વીકારી શહેર પ્રમુખ અશોક ડાંગરે રાજીનામું આપ્યું છે. 

અમદાવાદના સરદારનગરમાં થયેલા મતદાન કરતા વધુ આંકડા મતગણતરીમાં આવ્યા, ચેડા થયા હોવાના આક્ષેપો ને લઈને ફોટો વાયરલ, કોંગ્રેસ બોગસ વોટિંગ થયાના આક્ષેપ લગાડ્યા. અમદાવાદ મહાપાલિકામાં ભાજપ તરફી પરિણામ આવતા ભાજપ ઉત્સાહમાં, ખાનપુર જે.પી. ચોક ખાતે ભાજપ કરશે જીતની ઉજવણી, મહિલા કાર્યકરોને કેસરી સાડીમાં હાજર રહેવાની સૂચના અપાઈ. 

સી.આર પાટીલે પણ જીતની શુભેચ્છા પાઠવી

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ જીતની શુભેચ્છા પાઠવી છે. ભારતીય જનતા પાર્ટી પર આપ સૌએ હંમેશા વિશ્વાસ મૂક્યો છે, વિકાસનાં પથ પર સમગ્ર દેશ જે રીતે આગળ વધી રહ્યો છે એ આપ સૌનાં વિશ્વાસ, સાથ અને સહકાર થકી જ શક્ય બન્યું છે.

'સુરતના પરિણામ મુદ્દે આંકલન કરીશું'

ચૂંટણી પરિણામને લઈને ભાજપ નેતા આઈ. કે. જાડેજાએ કહ્યું હતું કે ગુજરાતના મતદાતાઓએ વિકાસનો સાથ આપ્યો છે અને ખાનપુર જે.પી ચોક ખાતે મુખ્યમંત્રી જાહેર સભા સંબોધશે. તેમણે કહ્યું કે આ અમારા કાર્યકર્તાના પરિશ્રમનું પરિણામ છે અને 6 મનપાના મતદાતા ભાજપ સાથે રહેવા માંગે છે. સુરતના પરિણામો મુદ્દે અમે આંકલન કરીશું. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Local Body Elections 2021 Gujarat local body election 2021 Local Body Elections Result 2021 local body election Local Body Elections Result 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ