ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ વચ્ચે ગળાકાપ હરિફાઇઓ ચાલી રહી છે. તેમાં પણ આ વખતે ખાસ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવવા માટે મથામણ કરી રહી છે. ગુજરાત મોડલ અને દિલ્હી મોડલ અંગે જે રીતે ટ્વવિટર વૉર શરૂ થયુ હતુ. દિલ્હીના ડે. દિલ્લી DyCM મનિષ સિસોદિયા શિક્ષણમંત્રીના જ મતવિસ્તાર ભાવનગરમાં જઇને શાળાનું રિયાલિટી ચેકિંગ કર્યુ હતુ . ત્યારે હવે વારો આવ્યો છે ભાજપનો.
ગુજરાત ભાજપના નેતાઓ જશે દિલ્લી
ગુજરાત ભાજપના નેતાઓ હવે દિલ્હી જશે. દિલ્હીમાં કેજરીવાલ મોડલનું રિયાલીટી ચેર કરવામાં આવશે. દિલ્લીમાં વિકાસના કેજરીવાલના દાવાની સત્યની તપાસ ભાજપ દ્વારા કરવામાં આવશે. જે રીતે મનીષ સિસોદિયાએ ગુજરાત મોડેલનું રિયાલીટી ચેક કર્યુ હતુ ત્યારે હવે ભાજપનો વારો. દિલ્લી મોડલ V/S ગુજરાત મોડેલની જંગમાં ગુજરાત ભાજપના નેતાઓ દિલ્લી જશે.
ગુજરાત ભાજપના નેતાઓની ટીમમાં 17 સભ્યો હશે. જેમાં ભાજપની મીડિયા ટીમ, પૂર્વમંત્રીઓ અને વિશ્લેષકોનો સમાવેશ થાય છે. આ આખી ટીમ દિલ્લીમાં જઇને શાળાઓનું રિયાલીટી ચેક કરશે. જે રીતે મનિષ સિસોદીયાએ રાજ્યની શાળાની મુલાકાત લઇને શિક્ષણનીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા તેમ હવે ભાજપ પણ આમ આદમી પાર્ટીના દિલ્લીના મોડલ વિશે રૂબરૂ જઇને માહિતી મેળવશે. મહત્વનું છે કે થોડા સમય અગાઉ ગુજરાત સરકાર અને કેજરીવાલ સરકાર વચ્ચે શિક્ષણ મુદ્દે વાકપ્રહાર થયા હતા. અવારનવાર ગુજરાત મોડલને લઇને આપ દ્વારા નિશાનો તાકવામાં આવતો હતો ત્યારે હવે ગુજરાત ભાજપની ટીમ દિલ્લી મોડલની વાસ્તવિકતાને છતી કરવામાં કેટલે અંશે સફળ થશે તે જોવુ રહ્યું.
મનીષ સિસોદિયાએ કર્યું ટ્વિટ
તો આ તરફ દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે જાણવા મળ્યું છે કે ગુજરાત ભાજપની ટીમ દિલ્હી આવી રહી છે. સ્કૂલ, મહોલ્લા ક્લિનિક બતાવવા અમે 5 ધારાસભ્યોની ટીમ બનાવી છે. આતિષી, સૌરભ ભારદ્વાજ અને સંજીવ ઝા તથા કુલદીપકુમાર, ગુલાબસિંહનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે.
हमारे ये पाँचों विधायक गुजरात भाजपा का स्वागत करेंगे, और उन्हें दिल्ली के जिस क्षेत्र में भी वो चाहें. जो भी स्कूल, अस्पताल या मोहल्ला क्लिनिक वे देखना चाहें उन्हें दिखाएँगे। दिल्ली सरकार अन्य राज्यों के अतिथियों का हमेशा स्वागत करती है।…2/3
આ અંગે ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ગુજરાત ભાજપની ટીમના સભ્યો દિલ્હીમાં ભાજપ મીડિયા સેલના વર્કશોપમાં ભાગ લેવા ગયા છે. સ્કૂલની મુલાકાત લેવા નહી. વધુમાં જણાવ્યું હતુ કે મીડીયાનો નેશનલ વર્કશોપ દર વર્ષે થાય છે.ભાજપમાં મીડિયામાં કામ કરતા બીજેપીના આગેવાનો માટેનો આ વર્કશોપ છે. કેન્દ્રની યોજના મુજબ ગુજરાત ભાજપના સભ્યો વર્કશોપમાં ગયા છે.