ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / મુંબઈ / અમદાવાદના સમાચાર / Gujarat High Court's sharp question to the income tax department

ટકોર / આતંકી હુમલાથી મૃત્યુના કેસમાં વળતર પર ટેક્સ વસુલાય ? ગુજરાત હાઇકોર્ટનો આવકવેરા વિભાગને વેધક સવાલ

Published By: Khyati

Last Updated: 12:30 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઇકોર્ટે આવકવેરા વિભાગને આતંકવાદી હુમલામાં પીડિતોને વળતર ચૂકવવા પર ટેક્સ વસૂલાત અંગે કર્યા વેધક સવાલ

ADVERTISEMENT

  • ગુજરાત હાઇકોર્ટના આવકવેરા વિભાગને વેધક સવાલ
  • આતંકી હુમલાથી મૃત્યુના કેસમાં વળતર પર ટેક્સ વસુલાય?- HC
  • આવા કેસોમાં ટેક્સ વિભાગ ગંભીર છે ખરા? - HC

એક તરફ ઇન્કમ ટેક્સ વિભાગ મહાનગરોમાં મોટા માથાના બેહિસાબી વ્યવહારોની પોલ ખોલી રહ્યું છે તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે આવકવેરા વિભાગને આડે હાથ લીધુ છે. આવકવેરા વિભાગને ગુજરાત હાઇકોર્ટે વેધક સવાલ પૂછ્યા કે શું આંતકવાદી હુમલામાં પીડિતોને વળતર પર ટેક્સ વસુલાય ?

ગુજરાત હાઇકોર્ટના વેધક સવાલ

ગુજરાત હાઇકોર્ટે આવકવેરા વિભાગને આંતકવાદી હુમલામાં પીડિતોને વળતર પર ટેક્સ વસૂલવા મુદ્દે ટકોર કરી છે. હાઇકોર્ટ સ્પષ્ટ શબ્દોમાં સવાલ કર્યો કે 
આતંકી હુમલાથી મૃત્યુના કેસમાં વળતર પર ટેક્સ વસુલાય ? આવા કેસોમાં ટેક્સ વિભાગ ગંભીર છે ખરા ?  સમગ્ર મામલે હાઇકોર્ટે આવકવેરા વિભાગને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. આવકવેરા વિભાગ 14 માર્ચે જવાબ રજૂ કરશે.

શું છે સમગ્ર મામલો ? 

મહત્વનું છે કે 1986માં બોમ્બેથી ન્યુયોર્ક જતી પેન અમેરિકન વર્લ્ડ એરવેઝ ફ્લાઇટ હાઇજેક થઇ હતી . જેમાં એરહોસ્ટેસ નીરજા ભનોટ સહિત 50 વ્યક્તિઓની આતંકીઓએ હત્યા કરી હતી. ફ્લાઇટ જ્યારે કરાંચી એરપોર્ટ પર લેન્ડ થઇ હતી ત્યારે આતંકવાદીઓ દ્વારા તેને હાઇજેક કરી લેવામાં આવી હતી. એટલું જ નહીં ફ્લાઇટના ક્રૂ અને પેસેન્જર સહિત કુલ ૫૦ નિર્દોષ વ્યક્તિઓની આતંકીઓએ ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હતી.  જેમાં અરજકર્તાની પત્ની તૃપ્તિ દલાલ નામની મહિલાનું પણ મોત થયુ હતું. આ મામલે  વીમા કંપનીએ પરિવારને 20 કરોડનું વળતર ચૂકવ્યુ હતુ પરંતુ તેમાં પણ આવકવેરા વિભાગે ટેક્સની માગ કરતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટ હવે એ મુદ્દાનો ફેંસલો કરશે કે આતંકી હુમલામાં મરનાર વ્યક્તિના સ્વજનને વળતર મળે તો શું ટેક્સ વિભાગ તેને કરપાત્ર આવક ગણીને ટેક્સ વસૂલ કરી શકે કે કેમ? 

'નીરજા ભનોટ' 

1986માં મુંબઇથી ન્યૂયોર્ક જઇ રહેલી પેન અમેરિકન વર્લ્ડ એરવેઝ ફ્લાઇટ આતંકીઓએ હાઇજેક કરી હતી. આ એ જ બહુચર્ચિત ફ્લાઇટ છે જેમાં એરહોસ્ટેસ નીરજા ભનોટ સહિત ૫૦ વ્યક્તિઓની આતંકીઓએ હત્યા કરી હતી.પેસેન્જર્સને બચાવવાનો પ્રયત્ન કરનારી અને અદમ્ય સાહસ દર્શાવનારી એર હોસ્ટેસ નીરજા ભનોટની પણ આ જ ફ્લાઇટમાં હત્યા થઇ હતી. નીરજાના પાત્ર પરથી અભિનેત્રી સોનમ કપૂર અભિનિત ફિલ્મ ‘નીરજા’ પણ બની ચૂકી છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

1986 આતંકી હુમલો Income Tax Department gujarat high court આવકવેરા વિભાગ ગુજરાત હાઇકોર્ટ Gujarat High court

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ