આજે સવારે ગાંધીનગરમાં માલધારીઓ સાથેની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કાયદો મોકૂફ રાખવાની ખાતરી આપી છે
રખડતાં ઢોરના ત્રાસ મુદ્દે અરજીનો મામલો
પશુધારકને ન જોડી શકાય - હાઇકોર્ટે અરજી ફગાવી
"તકલીફ હોય તો સ્વતંત્ર અરજી કરો"
પહેલા રાજ્યભરમાં મુદ્દાને ઉછાળો લોકોને ઉક્સાવો અને પછી નમતું જોખો, આવી નીતિ પર રાજ્યની સરકાર કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે, પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષે શહેરોને રખડતા ઢોર મુક્ત કરવાની જાહેરાતો કરી. પછી સરકારે કાયદો ઘડ્યો.પરંતુ વિરોધ થયો. અને માલધારી સમાજ રસ્તા પર આવી ગયો તો કાયદાને મોકૂફ કરી દેવાયો. કાયદાને મોકૂફ રાખવાના નિર્ણયથી માલધારીઓ સંતુષ્ટ છે કે હજુ પણ રદ્દ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશેએ પણ જોવાનો વિષય છે.
રખડતા ઢોર મૂદ્દેની PIL પર પક્ષકાર તરીકે પશુધારકને ન જોડી શકાય - હાઇકોર્ટ
ખેર આ બંધુ તો રહ્યું બીજી તરફ રખડતાં ઢોરના ત્રાસ મુદ્દે પશુ માલિકોએ પક્ષકાર બનવા માટે જાહેરહિતની અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી છે.અરજી ફગાવતા કોર્ટની ચુકાદામાં નોંધ લેવાઈ છે કે રખડતા ઢોર મૂદ્દેની PIL પર પક્ષકાર તરીકે પશુધારકને ન જોડી શકાય કારણ કે આજે પશુધારકને પક્ષકાર તરીકે જોડીશું તો કાલે અન્ય પક્ષકારો આવશે તેથીતમામ પશુપાલકોને પક્ષકારો બનાવવા યોગ્ય બાબત નથી. હાઈકોર્ટે એ ટાંક્યું કે પશુ માલિકોને આ ચુકાદાથી તકલીફ હોય તો સ્વતંત્ર અરજી કરો, પશુધારકની પોતાની સમસ્યા મુદ્દે હાઇકોર્ટ અરજી કરી શકે છે. આ તરફ સરકાર દ્વારા 'ઢોર નિયંત્રણ બિલ' વિધાનસભામાં પસાર કર્યાની રજૂઆત કરવામાં આવી છે.
ઢોર નિયંત્રણ કાયદો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો
માલધારી સમાજના લોકો દ્વારા ઢોર નિયંત્રણ સંબંધિત કાયદા રદ કરવા માટે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં માલધારી સમાજના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ માલધારી આગેવાન રણછોડ રબારીએ આપ્યું નિવેદન આપ્યું હતું કે, આ કાયદો હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. મહત્વનું છે કે, માલધારીઓ દ્વારા કાયદા બન્યા બાદ રાજ્યભરમાં વિરોધ કર્યો હતો. અને આ અંગે રાજયભરમાં માલધારી સામજ દ્રારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આ કાયદો પાછો ન ખેંચાઇ તો મહાપંચાયત બોલાવાની જાહેરાત કરી હતી
હાઈકોર્ટના નિર્દેશ આધારે કાયદો ઘડાયો હતો
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે તાજેતરમાં મળેલા વિધાનસભાના સત્ર દરમિયાન રખડતા ઢોરના ત્રાસને લઈને હાઈકોર્ટના નિર્દેશ આધારે ગુજરાત સરકારે રખડતા ઢોર નિયંત્રણ ખરડો પસાર કર્યો હતો. જેને લઈને સરકાર ધર્મ સંકટમાં મૂકાઈ છે. કારણ કે કાયદો રદ કરવાની માંગ સાથે રાજ્યભરમાં માલધારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો અને દેખાવો કર્યા હતાં.સૂત્રોના જણાવ્યા અનુસાર ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવો મુશ્કેલ છે. કારણે વિધાનસભામાં પસાર થયેલુ વિધેયલ પાછુ ખેંચવુ હોય તો ફરી ગૃહમાં રજૂ કરવુ પડે જે હવે શક્ય નથી. કારણ કે રાજ્યમાં વહેલી ચૂંટણીની શક્યતા સેવાઈ રહી છે. જેથી પુનઃ સત્ર મળે તેવી શક્યતા પણ ઓછી છે.
રખડતા ઢોર નિયંત્રણના કાયદાને મોકૂફ રાખવાના મામલે લાલજી દેસાઈની પ્રતિક્રિયા
બીજી તરફ કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સરકારે આ કાયદો પરત ખેંચવો જ પડે કારણે કે પાછળ ચુંટણીઓ આવે છે. આ કાયદાથી માલધારી સમાજના લોકો રોષે ભરાયા છે. અને સરકાર આ નિર્ણય પાછ ન ખેંચે તો તેનું પરિણામ ચુંટણીમાં જોવા મળત
ઢોર નિયંત્રણ બિલ પર જીતુ વાઘાણીનું નિવેદન
કોઈને તકલીફ પડે એ પ્રકારનું કામ રાજ્ય સરકાર ન કરે
CMની માલધારી સમાજના આગેવાનો સાથે થઈ છે બેઠક
લોકોની સમસ્યાનુ સમાધાન ન આવે ત્યાં સુધી કાયદો સ્થગિત
માલધારી સમાજના આગેવાન રઘુભાઈ રબારીનું નિવેદન
સરકાર માલધારી મહાપંચાયત આગળ આવીને વાત કરે
સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરીને બિલ લાવે
બિલ રદ્દ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરીશું
રખડતા ઢોર નિયંત્રણ બિલ મોકૂફી અંગે MLA લાખાભાઈ ભરવાડનું નિવેદન
વિધેયક મોકૂફી નહીં પરંતુ રદ્દ કરવામાં આવે
મોકૂફ રાખેલ બીલ ફરીવાર અમલમાં મૂકી શકાય
બિલ કાયદાકીય રીતે નાબૂદ નહીં કરાય ત્યાં સુધી ગોપાલકો લડતા રહેશે
વિધેયકમાં માલધારીઓ માટે ખૂબ જ કડક જોગવાઈઓ છે
માલધારી રસ્તા પર આવતા ભાજપ સરકાર ઝૂકી
બિલ મોકૂફની જાહેરાત માત્ર પશુપાલકોને છેતરવાની વાત: નાગજીભાઇ દેસાઇ
માલધારી સમાજ ના આગેવાન નાગજીભાઈ દેસાઈ એ આજે ભાજપે જે જાહેરાત બિલ મોકૂફ ની કરી તે માત્ર પશુ પાલકોને છેતરવાની વાત છે બિલ પાછું વિધાનસભા લાવી રદ કરો .ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન ચાલુ રાખશે