Gujarat High Court order to the government regarding fire safety 15-2-2022
BIG NEWS /
ફાયર સેફટી: ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, ફાયર NOC વગરની શાળાઓ અને હોસ્પિટલો મુદ્દે આપ્યો કડક આદેશ
Team VTV05:52 PM, 15 Feb 22
| Updated: 06:17 PM, 15 Feb 22
ફાયર સેફ્ટિ મામલે રાજ્ય સરકારની કાર્યવાહી પર હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ તમારી કાર્યવાહી માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે
ફાયર NOC વગરની સ્કૂલો અને હોસ્પિટલો સામે ગુજરાત હાઇકોર્ટની લાલઆંખ
NOC વગરની હોસ્પિટલોમાં OPD જ ચાલી શકશે: હાઇકોર્ટ
હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટસ નહીં, ઓપરેશન થઈ શકશે નહીં: હાઇકોર્ટ
ગુજરાતમાં ફાયર સેફટી વગરના એકમો ધમધમી રહ્યા છે. સુરતમાં તક્ષશીલા અગ્નીકાંડ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના સહિત ગુજરાત હાઈકોર્ટે આ અગાઉ પણ તંત્રને લાલઆંખ દેખાડી હતી અને કહ્યું હતું કે સોગંધનામાં રજૂ કર્યા બાદ ફાયરસેફ્ટી NOC વગરના એકમો સામે કાર્યવાહી કરવા તંત્રએ કોર્ટને બાહેંધરી આપી હતી. પણ યોગ્ય કાર્યવાહી ન કરતાં હવે હાઈકોર્ટે તંત્ર અને સરકારને લાલ આંખ દેખાડી છે. ફાયર NOC વગરની સ્કૂલો અને હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા આદેશ આપી આપ્યા છે.
NOC વગરની સ્કૂલ ફિઝિકલ ફંકશન માટે ઓપરેટ નહીં કરી શકાય
રાજ્યમાં ઘણી એવી શાળાઑ છે જ્યાં ગાઈડલાઇન અનુસાર ફાયર સેફટી તેમજ તેને લગતી પરમીશનનો અભાવ છે. ત્યારે હવે હાઈકોર્ટના આજના આદેશ મુજબ NOC વગરની સ્કૂલ ફિઝિકલ ફંકશન માટે ઓપરેટ નહીં કરી શકાય. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કાર્યવાહી કરી રહ્યા છો નહીં કાર્યવાહી કરો. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ગાંધીનગર વડોદરા રાજકોટ સહીત ફાયર સેફટીના ન હોય ત્યાં કાર્યવાહી ચાલી રહી છે. પણ કોર્ટે સામે વેધક સવાલ કરતાં કહ્યું હતું કે કાર્યવાહીની વાત માત્ર કાગળ પર જોવા મળે છે
ફાયર સેફટીના અભાવ પર હાઇકોર્ટનો સરકારને સવાલ
સ્કૂલમાં આગ લાગે તો નિર્દોષ બાળકો નો શું વાંક?
તમારી કાર્યવાહી માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે
ફાયર સેફ્ટિ વગરની શાળા, હોસ્પિટલો સામે કાર્યવાહી ક્યારે કરશો ?
હાઈકોર્ટ પુછ્યુ કે જો શાળામાં આગ લાગે તો જવાબદાર કોણ ?
ફાયર NOC વગરની હોસ્પિટલોમાં માત્ર OPD જ ચાલુ રાખો
જે હોસ્પિટલ પાસે NOC ના હોય ત્યાં ઓપરેશન, ઇન્ડોર પેશન્ટ બંધ કરાવો
ફાયર સેફટી અંગે વ્યવસ્થા થઈ રહી હોવાનો સરકારનો દાવો
NOC વગરની હોસ્પિટલોમાં OPD જ ચાલી શકશે: હાઇકોર્ટ
ફાયર NOC વગરની સ્કૂલો અને હોસ્પિટલો સામે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે ત્યારે સ્કૂલ બાદ હોસ્પિટલો પર પણ તવાઈ બોલાવવામાં આવી છે. હાઈકોર્ટના નિર્દેશ મુજબ NOC વગરની હોસ્પિટલ્સમાં ઓપરેશન, ઇન્ડોર પેશન્ટ બંધ કરાવામાં આવશે એટલે કે હવે ફાયર NOC વગરની હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટસ નહીં તેમજ ઓપરેશન પણ થઈ શકશે નહીં. હાલની સ્થિતિ મુજબ 71 હોસ્પિટલ અને 229 સ્કૂલ પાસે ફાયર સેફ્ટીની વેલીડ NOC નથી.જેથી ફાયર NOC વગરની હોસ્પિટલમાં માત્ર ઓપીડી ચાલુ રાખવા તાકીદ કરવામાં આવી છે.