Gujarat High Court expresses concern over rising divorce cases, Indicative advice given to lawyers
તોડો નહીં જોડો /
એક લગ્ન જીવન બચાવો તો 100 કેસ જીત્યા સમાનઃ વધતા ડિવોર્સ પર ગુજરાત HCની વકીલોને સલાહ
Team VTV10:16 PM, 09 Mar 22
| Updated: 10:20 PM, 09 Mar 22
ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના 60 ટકા કેસમાં ફરિયાદી પત્ની પીડિત પતિ, ફેમિલી કોર્ટમાં વકીલોના ટેબલ પર આવી રહેલા અલગ કિસ્સા
વધતા ડિવોર્સ કેસ પર ગુજરાત હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા
ડિવોર્સ કેસો અટકાવવા વકીલોને કોર્ટની સલાહ
ભરણપોષણ કેસમાં ગુજરાત હાઇકોર્ટનું અવલોકન
ગુજરાતમાં પતિ પત્ની વચ્ચે ઝઘડાનું પ્રમાણ વધી રહ્યું છે અને એ કારણે થતાં છૂટાછેડામાં મોટો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને કોરોના કાળમાં સાથે રહ્યા બાદ એકાએક હવે ડિવોર્સ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે વધતા ડિવોર્સ કેસ પર ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અને વકીલોને સલાહ આપી છે કે છૂટાછેડાના કેસમાં વકીલોએ પતિ-પત્નીને એક કરવા પ્રયાસ કરવો જોઈએ. ભરણપોષણ કેસમાં ગુજરાત હાઇકોર્ટએ આ મહત્વનું અવલોકન કર્યું હતું.
વકીલ એક લગ્ન જીવન બચાવે તો 100 કેસ જીત્યા સમાન: ગુજરાત હાઈકોર્ટ
છૂટાછેડા પર વધુમાં ગુજરાત હાઈકોર્ટએ વકીલોને સૂચન કર્યું હતું કે પતિ-પત્નીને એક કરવાએ સમાજનું ઋણ ચૂકવ્યા સમાન છે, તેમજ એક લગ્ન જીવન બચાવો તો 100 કેસ જીત્યા સમાન છે. તો ડિવોર્સ કેસો અટકાવવા વકીલોને આગળ આવવા કહ્યું છે અને શક્ય હોય ત્યાં સુધી સમાધાનથી વકીલોએ પતિ-પત્નીને એક કરવા પ્રયાસ કરવો જોઈએ તેવી વાત કહી આ બાબતે ગહન ચિંતા દર્શાવી છે.
છૂટાછેડા ન થાય એ માટે આ વસ્તુઓથી હંમેશા દૂર રહો
આચાર્ય ચાણક્ય કહે છે કે પતિ-પત્નીએ દરેક કિંમતે આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, નહીં તો હસતાં-રમતાં જીવન બરબાદ થતાં વાર નથી લાગતી. તેવી જ રીતે, તમારી અંગત વસ્તુઓ તમારા નજીકના મિત્ર સાથે શેર કરશો નહીં.
દરેક મનુષ્યમાં કેટલાક ગુણ અને ખામીઓ હોય છે. પતિ-પત્નીએ એકબીજાના દોષો ક્યારેય બીજાને ન જણાવવા જોઈએ. આવું કરવાથી તમારા સંબંધોમાં તિરાડ આવે છે.
જો પતિ-પત્નીમાંથી કોઈ એક ક્રોધી સ્વભાવના હોય તો તેમના જીવનમાં ક્યારેય શાંતિ અને સુખ આવી શકતું નથી. ગુસ્સો તેમના જીવનમાં સંઘર્ષ, વિખવાદનું કારણ બને છે. જો પાર્ટનર ગુસ્સાનો પ્રતિકાર ન કરે તો તે અંદરથી ગૂંગળાતો રહે છે. એકંદરે, દરેક પરિસ્થિતિમાં ગુસ્સો તેમના સંબંધોને બરબાદી અને દુઃખ તરફ લઈ જાય છે.
પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ જેટલો મહત્વનો છે, તેટલો જ મહત્વનો આદર છે. જો તેઓ સન્માનથી જીવતા નથી અને એકબીજાનું અપમાન કરે છે, તો આવા સંબંધ લાંબા સમય સુધી ટકી શકતા નથી.
પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ પર આધારિત છે. જો તેઓ જૂઠું બોલે છે અથવા એકબીજાથી કંઈક છુપાવે છે, તો તેમના સંબંધોનો પાયો હચમચી જાય છે. આવી સ્થિતિ તેમના સંબંધોને પણ સમાપ્ત કરી દે છે.
પતિ-પત્ની એકબીજાના જીવન સાથી છે. તેઓ દરેક સુખ-દુઃખનો એકસાથે સામનો કરે છે. આવી સ્થિતિમાં બંને માટે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. ત્યારે જ તેઓ મુશ્કેલ સમયમાં પણ પોતાનું ઘર બચાવી શકે છે, પછી ભલે તે બીમારી હોય, નાણાકીય કટોકટી હોય કે અન્ય કોઈ ભયંકર સમસ્યા હોય.