બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat High Court expressed displeasure regarding stray cattle

આદેશ / રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ, સરકારને ટકોર કરતા કહ્યું સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરો

Malay

Last Updated: 10:38 AM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકારને ટકોર કરી છે.

  • રખડતા ઢોર અંગે ગુજરાત હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી
  • ગંભીરતાથી કામ કરવા સરકારને હાઈકોર્ટની ટકોર
  • ચોક્કસ એક્શન પ્લાન રજૂ કરવા આદેશ

ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહ્યું છે. ત્યારે રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકારને ટકોર કરી છે.

સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકારને ટકોર
હાઈકોર્ટમાં રખડતાં ઢોરોના ત્રાસ અંગે કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશન અને જાહેરહિતની રિટ અરજીની સુનાવણી હાથ ધરાઇ હતી. આ તકે ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, રખડતા ઢોરોના ત્રાસનો મામલો નિયંત્રણ બહારનો થઇ ગયો હોવાથી રાજ્ય સરકારે કડક પગલાં ભરવા જોઇએ. સરકારે મોટા શહેરો સહિત રાજ્યભરમાં નક્કર પગલાં ભરવા જોઈએ, આ સમસ્યા ઉકેલવા માટે ગંભીરતાથી કામ કરવું જોઈએ. 

ચોક્કસ એક્શન પ્લાન રજૂ કરવા સરકારને કોર્ટનો આદેશ
સાથે જ હાઈકોર્ટે સરકારને મૌખિક નિર્દેશ કર્યો હતો કે, રખડતા ઢોરોના નિરાકરણ માટે ચોક્કસ એક્શન પ્લાન બનાવવીને રજૂ કરવામાં આવે. રખડતા ઢોરોના મુદે હવે સરકારે કંઇક કરવું જોઇએ. આ અરજીની વધુ સુનાવણી 9 જાન્યુઆરી હાથ ધરવામાં આવશે.

રખડતા ઢોરના ત્રાસને લઇ જુઓ જનતા શું ઇચ્છે છે? 

  • રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય
  • તંત્રની ઢોર પાર્ટીની કામગીરી વધુ મજબૂત બને
  • પાંજરાપોળની પણ સંખ્યા વધારવામાં આવે
  • પશુઓ માટે પણ અલગ જમીન ફાળવવામાં આવે
  • પશુપાલકોને શહેરથી દૂર અલગ જમીન ફાળવવી જોઇએ
  • રખડતાં ઢોરના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે તે દૂર થવી જોઇએ
  • વાહનચાલકોને પડતી મુશ્કેલીનું નિવારણ આવવું જોઇએ
  • રખડતા ઢોરની સમસ્યાને લઇ અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઇએ
  • જે તે વિસ્તારને લગતા અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઇએ
  • તંત્રએ પશુપાલકોની પણ સમસ્યા સમજી નિવારણ લાવવું જોઇએ
  • તંત્રનું કામ માત્ર બે-ત્રણ દિવસ દેખાડા પૂરતું જ ન હોવું જોઇએ
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ