ચિંતા / છેલ્લા 24 કલાકમાં નવા 1152 કેસ સાથે પ્રથમ વખત બની આ ઘટના, કુલ મોતનો આંકડો 2700ને પાર

Gujarat health department coronavirus update 12 august 2020 Gujarat

ભારતમાં કોરોનાના કેસ 23 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1152 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 74,390 પર પહોંચ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ