Gujarat health department coronavirus update 10 february 2021 Gujarat
મહામારી /
ગુજરાતીઓ માટે સૌથી મોટા સમાચાર, 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાથી એકપણ મોત નહીં
Team VTV08:01 PM, 10 Feb 21
| Updated: 08:01 PM, 10 Feb 21
રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટ સતત વધી રહ્યો છે. તો બીજી તરફ વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે. ત્યારે જાણો 10 ફેબ્રુઆરી 2021ના રોજ કેટલા કેસ નોંધાયા.
24 કલાકમાં કોરોનાથી એકપણ મોત નહીં
255 નવા કેસ સાથે 495 દર્દીઓ થયાં સાચા
કોરોનાથી સાજા થવાનો દર 97.56 ટકા
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 255 નવા કેસ સામે આવ્યા છે. આજે 495 દર્દીઓ સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,57,968 દર્દીઓ સાજા થયાં છે. રાજ્યમાં તો હાલ 1800 એક્ટિવ કેસ છે. જેમાં 26 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોનાથી સાજા થવાનો દર 97.56 ટકા
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.56 ટકા થયો છે. આજે ગુજરાતમાં 24 કલાક દરમિયાન એકપણ વ્યક્તિનું મોત થયું નથી. અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 4397 છે. અમદાવાદ શહેરમાં આજે 47 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે.
7 લાખથી વધુ લોકોને અપાઇ ચૂકી છે રસી
ગત 24 કલાકમાં 56,332 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 6,60,516 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
રાજ્યમાં જાણો કેટલા કેસ નોંધાયા?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 47 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ, સુરત શહેરમાં 30, સુરત ગ્રામ્યમાં વધુ 3 કેસ, વડોદરા શહેરમાં 40, ગ્રામ્યમાં વધુ 10 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 33 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 7 કેસ નોંધાયા છે.