બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat Health Commissioner Jai Prakash Shivhare and IAS Officer Rajkumar Beniwal corona Infected

મહામારી / ગુજરાતમાં ઘેરાયું કોરોના સંકટ : આરોગ્ય અગ્ર સચિવ બાદ ગુજરાતના વધુ બે અધિકારીઓ કોરોનાની ઝપેટમાં

Kiran

Last Updated: 11:07 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે કોરોના સંક્રમિત થયા છે જ્યારે રાજકુમાર બેનીવાલ પણ કોરોના પોઝિટિવ થયા છે.

  • આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે ને થયો કોરોના
  • આજે રાજકુમાર બેનીવાલ પણ આવ્યા ઝપટમાં
  • આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત

રાજ્યમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેની ઝપેટમાં અનેક લોકો આવી રહ્યા છે ત્યારે આજે વધુ બે આઈએએસ અધિકારી કોરોનાની ચપેટમાં આવ્યા છે. આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે કોરોના સંક્રમિત થયા છે જ્યારે રાજકુમાર બેનીવાલ પણ કોરોના પોઝિટિવ થયા છે. મહત્વનું છે કે આજે સાંજ ગુજરાતના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આજે કોરોનાની ઝપેટમાં ત્રણ અધિકારીઓ આવી ગયા છે. 

આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત

ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અનેક લોકોને કોરોના ભરડામાં લઈ રહ્યો છે એવામાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પણ તેમાથી બાકાત રહ્યા નથી. આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મનોજ અગ્રવાર કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે જો કે હાલ આરોગ્ય સચિવ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. મહત્વનું છે કે આજે સાંજ જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

છેલ્લા 24 કલાકમાં 2265 કેસ સામે આવ્યા 

ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવુ લાગી રહ્યું છે.  છેલ્લા 24 કલાકમાં 2265 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ગઈ છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 1314 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં કેસ 424 તો વડોદરામાં 94 કેસ અને રાજકોટમાં 57  કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 35 તો જામનગર 23 કેસ કોરોનાના સામે આવતા તંત્ર સતર્ક બની ગયું છે.રાજ્યમાં આજે કોરોનાના કારણે 2 દર્દી મોતને ભેટયા છે જ્યારે 18 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસ 7,881 સુધી પહોંચી જતાં લોકો અને સરકારના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. રાજ્યમાં આજે 8.73 લાખ લોકોને વેક્સિન અપાતા કુલ 9.13 કરોડ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી આજે 5.78 લાખ બાળકોને કોરોના રસીની કવચ આપી દેવાયું છે. સારી વાત એ છે કે ગુજરાત રાજ્યમાં રિકવરી રેટ 98.85% સુધી પહોંચી ગયો છે.

હાલમાં 18 લોકો વેન્ટિલેટર પર 

રાજ્યમાં હાલમાં કુલ 7881 એક્ટિવ કેસો છે તો હાલમાં 18 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 7863 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. તો કુલ 8,19,287 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો બીજી બાજુ કુલ 10,125 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજ રોજ એક જ દિવસમાં 240 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે તો 2265 નવા કેસ નોંધાયા છે તો બીજી બાજુ 2 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. તો આજ રોજ 8,73,457 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,19,287 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે.

જિલ્લા પ્રમાણે કોરોનાના કેસ

જો કોરોના કેસની જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ 1314 કેસ સાથે કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. સુરત 424 કેસ સાથે કોરોનાની ત્રીજી લહેર પર સવાર થઈ ગયું છે. વડોદરામાં 94, રાજકોટમાં 57 કેસ, ગાંધીનગરમાં 35, જામનગરમાં 23 કેસ, જૂનાગઢમાં 12, આણંદમાં 70 કેસ, કચ્છમાં 37,ખેડામાં 34, ભરૂચમાં 26 કેસ, મોરબીમાં 24, નવસારીમાં 18, મહેસાણામાં 14 કેસ, પંચમહાલમાં 14, વલસાડમાં 9, બનાસકાંઠામાં 6 કેસ, સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 5, દ્વારકામાં 4 કેસ, મહીસાગરમાં 4, અમરેલી 3, ગીર સોમનાથમાં 3 કેસ, તાપીમાં 3 કેસ, દાહોદમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 1, ડાંગમાં 1 કેસ કોરોનાનો નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ