બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Gram Panchayat Election: See on the Election Commission's site in which village who filled the form for Sarpanch and member
Vishnu
Last Updated: 04:46 PM, 13 December 2021
ADVERTISEMENT
રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને મહત્વનો આંકડો સામે આવ્યો છે. મોટા ભાગની ગ્રામપંચાયત સમરસ બની છે. રાજ્યમાં 1 હજાર 267 ગ્રામપંચાયત સમરસ બની છે. 7 ડિસેમ્બરે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જેમાં 1267 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી.
ગામની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કોણે ફોર્મ ભર્યું તે જાણવા આતુર હશો. ત્યારે અમે આપને જણાવીશું કે તમે ઘેર બેઠા જ પોતાના ગામના ઉમેદવારોનું નામ કેવી રીતે ચેક કરી શકશો.
તમારે નીચે લાલ કલરની લિન્ક ખોલવાની રહેશે. જેમાં તમારો જિલ્લો, તાલુકો તેમજ તમારા ગામનું નામ સિલેકટ કરી સરપંચ અને વોર્ડ વાઈઝ કેટલા ફોર્મ ભરાયા તેની વિગત જોઈ શકો છો.
ADVERTISEMENT
અહીં ક્લિક કરી જાણો કે તમારા ગામમાં કોણે કોણે સરપંચ અને સભ્યમાં ભર્યું છે ફોર્મ
કુલ 10 હાજર 118 બેઠકમાંથી 1 હજાર 267 સમરસ થઇ છે. બાકીની 8 હજાર 851 ગ્રામપંચાયત પર ચૂંટણી યોજાશે. રાજકોટ જિલ્લામાં 130 ગ્રામપંચાયત અને સુરત જિલ્લામાં 79 ગ્રામપંચાયત સમરસ બની છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં 78 ગ્રામપંચાયત, ભાવનગર જિલ્લામાં 76 ગ્રામપંચાયત અને કચ્છ જિલ્લામાં 74 ગ્રામપંચાયત સમરસ બની છે. 19 ડિસમ્બરે મતદાન તેમજ 21 ડિસેમ્બરે મતગણતરી યોજાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.