બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat govt has prepared a 5 ministers committee for resolve all issues

BIG NEWS / ચૂંટણી પહેલા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: તમામ પ્રશ્નોના નિરાકરણ માટે 5 મંત્રીઓની કમિટી તૈયાર, જાણો કોણ છે સામેલ

Dhruv

Last Updated: 04:08 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પહેલા નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારે કવાયત હાથ ધરી છે. જેમાં 5 મંત્રીઓની કમિટી તૈયાર કરાઇ.

  • ચૂંટણી પહેલા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
  • રાજ્ય સરકારે 5 મંત્રીઓની કમિટી તૈયાર કરી
  • ચૂંટણી પહેલા નાગરિકોના પ્રશ્નોનો હલ લવાશે

ગુજરાતમાં અવારનવાર કોઇને કોઇ પડતર પ્રશ્નોને લઇ આંદોલનો થતા રહે છે. ત્યારે ચૂંટણી પહેલા નાગરિકોના પ્રશ્નો ઉકેલવા માટે સરકારે કવાયત હાથ ધરી છે. સરકારે પ્રશ્નોના નિરાકરણ માટે 5 મંત્રીઓની કમિટી બનાવી છે.

પ્રશ્નોના નિરાકરણ માટે 5 મંત્રીઓની કમિટી બનાવાઇ

ગુજરાત સરકારે ચૂંટણી પહેલા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે 5 મંત્રીઓની એક કમિટી બનાવી કે જેમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઇ, બ્રિજેશ મેરજા અને હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે. મહત્વનું છે રાજ્યમાં અવારનવાર કોઇને કોઇ માંગણીને લઇને આંદોલનો થતા રહે છે. જેવાં કે, આશા વર્કર અને આંગણવાડીના કર્મચારીઓની માનદ વેતનમાં વધારાની માંગ, ખેડૂત આંદોલન, LRD પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મીઓના આંદોલન અને પૂર્વ સૈનિકોના આંદોલન જેવાં અનેક મુદ્દાઓને લઈને સરકારને ઘેરવામાં આવે છે. ત્યારે હવે ચૂંટણી નજીક આવતા જ સરકાર સફાળી જાગી છે અને નાગરિકોના તેમજ કર્મચારીઓના પ્રશ્નોના હલ માટે એક કમિટી બનાવી છે.

હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી

રાજ્યમાં અવાર નવાર આંદોલનો જોવા મળે છે. ગુજરાતમાં વારંવાર વિવિધ માંગણીને લઇને અલગ-અલગ કર્મચારી યુનિયન, કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન, પૂર્વ સૈનિકોના આંદોલનને લઈને સરકાર ચિંતામાં જોવા મળી છે. મહત્વનું છે કે, સરકારને હવે આગામી ચૂંટણીમાં આંદોલનોથી કોઈ પણ જાતનું નુકસાન થાય તે પાલવે તેમ નથી. ત્યારે વડાપ્રધાને પણ વિવિધ મુદ્દાઓનું ઝડપી નિરાકરણ લાવવા માટેની સૂચનાઓ આપી હતી.

આ સભ્યો કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરી તમામ આંદોલનોને ઠારવાનો પ્રયત્ન કરશે

રાજ્યના કર્મચારીઓની પડતર માંગોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે. આ કમિટીમાં રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણાંમંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રિજેશ મિરજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સભ્યો રાજ્ય સરકારનાં કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરીને તમામ આંદોલનોને ઠારવાનો પ્રયત્ન કરશે. આ તમામ સંગઠનો આંદોલનરૂપે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યાં છે. તદુપરાંત કેટલાક કર્મચારીઓમાં ફેલાયેલી એન્ટી ઇન્કમબન્સીને દૂર કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કમિટીની રચના કરવામાં આવી છે.

બ્રિજેશ મેરજા

મહીસાગરમાં પડતર માંગણીઓને લઈને આરોગ્ય કર્મીઓની અચોક્કસ મુદતની હડતાલ
 
અત્રે નોંધનીય છે કે, હાલમાં પણ રાજ્યમાં કેટલીક માંગણીઓને લઇને આંદોલનો ચાલી રહ્યાં છે. જેમ કે, મહીસાગરમાં પડતર માંગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ યથાવત રીતે ચાલી રહી છે. આરોગ્ય કર્મચારીઓની હડતાલનો આજે 22મો દિવસ થયો. ત્યારે આ માંગણીઓને લઇને જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા લડત માટે તૈયાર અને ગાંધી માર્ગે આંદોલન આરોગ્ય કર્મચારીઓ ચાલુ રાખશે. કોરોનામાં દર્દીઓની સેવા આપતાં 61 આરોગ્ય કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેઓને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ