Gujarat govt can make big announcement on police grade pay before august 15
BIG NEWS /
પોલીસકર્મીઓ માટે મોટા સમાચાર, 15 ઓગસ્ટ પહેલાં ગ્રેડ પે મુદ્દે ગુજરાત સરકાર કરી શકે છે મોટી જાહેરાત
Team VTV11:23 AM, 11 Aug 22
| Updated: 01:46 PM, 11 Aug 22
15 ઓગસ્ટ પહેલાં પોલીસકર્મીઓના ગ્રેડ પે મુદ્દે ગુજરાત સરકાર મોટી જાહેરાત કરી શકે છે.
પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકાર કરી શકે છે મોટી જાહેરાત
વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી અપાઈ
પોલીસ ગ્રેડ પે બાબતે મુખ્યમંત્રી કરશે જાહેરાત
પોલીસ ગ્રેડ પેને લઇને ગુજરાતના પોલીસકર્મીઓ માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. કારણ કે રાજ્ય (Gujarat) સરકાર 15 ઓગસ્ટ પહેલા પોલીસકર્મીઓને મોટી ભેટ આપી શકે છે. સરકાર પોલીસ ગ્રેડ પે મુદ્દે મહત્વની જાહેરાત કરી શકે છે.
વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાઇ છે
જણાવી દઇએ કે, વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાઇ છે. પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકારનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. આથી, પોલીસ ગ્રેડ પે બાબતે ખુદ મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે, પોલીસ ગ્રેડ પેની દરખાસ્ત મંજૂર કરી દેવાઇ છે.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, 'ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે'
ઉલ્લેખનીય છે કે, પોલીસ ગ્રેડ પેને લઇને થોડાક દિવસો અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'પોલીસ ગ્રેડ પે બાબતે વિચારણા ચાલુ છે. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.'
ગ્રેડ પે અમારો અધિકાર થકી સોશિયલ મીડિયામાં આંદોલન કર્યુ હતું
ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 2200 ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે. જેમાં વધારો કરી એએસઆઈને 2400, કોન્સ્ટેબલને 2800 મળે તો કોન્સ્ટેબલને 33 હજાર પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને 3600 ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં હતી.. આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી અને ગ્રેડ પે અમારો અધિકાર તેવી પોસ્ટ માંરફતે સોશિયલ મીડિયાના માધ્યમ થકી આંદોલન પણ છેડવામાં આવ્યું હતું.