બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat govt 4 lakh help to the families of the deceased in Wall Collapses halvad

મોરબી / હળવદમાં 12 શ્રમિકોના મોત: તમામ કાર્યક્રમ રદ્દ કરી ઘટનાસ્થળે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, સહાયની કરાઇ જાહેરાત

Dhruv

Last Updated: 04:38 PM, 18 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના હળવદમાં આવેલા એક મીઠાના કારખાનામાં દિવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોનાં મોત થયા હતા. જેને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવદ પહોંચ્યા છે.

  • હળવદમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી
  • આજના તમામ કાર્યક્રમ રદ કરીને મુખ્યમંત્રી હળવદ પહોંચ્યા
  • રાજ્ય સરકારે મૃતકોના પરિવાર માટે કરી 4-4 લાખની સહાયની જાહેરાત

હળવદમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યાં છે. મોરબીના હળવદમાં આવેલા એક મીઠાના કારખાનામાં 12 શ્રમિકોનાં મોત થયા છે જ્યારે અન્ય કેટલાંક લોકો તેમાં ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવદ પહોંચ્યા છે. તેઓ ઘટનાસ્થળની મુલાકાત લઇ રહ્યા છે. સાથે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત છે. આજના તમામ કાર્યક્રમ રદ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવદ પહોંચ્યા છે.

આ દુર્ઘટનાને લઇને રાજ્ય સરકારે મૃતકોના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે. તો કેન્દ્ર સરકાર પણ મૃતકોને 2-2 લાખ રૂપિયાની સહાય આપશે. તો ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર મૃતકોને 2-2 લાખની સહાય પણ આપશે

આ દુર્ઘટનાને લઇને PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી સર્જાયેલી દુર્ઘટના મુદ્દે PM મોદીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ દુર્ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના.

અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ ખાતે આવેલા મીઠાંના એક કારખાનાંમાં દિવાલ ધરાશાયી થતા 12ના મોત થયા છે જ્યારે અન્ય ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દિવાલ ધરાશાયી થતા 30 જેટલાં શ્રમિકો દટાયાની આશંકા સેવાઇ રહી છે. જ્યારે 12નાં મોત થયા છે. હળવદ GIDCમાં સાગર સોલ્ટ નામના કારખાનામાં આ દુર્ઘટના ઘટી છે. હાલમાં JCB દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રેસ્ક્યુની કામગીરી 90 ટકા પૂર્ણ: બ્રિજેશ મેરજા

દિવાલ ધસી પડવાની ઘટના મુદ્દે મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, 'અધિકારીઓને તત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવાયા છે. રેસ્ક્યુની કામગીરી 90 ટકા પૂર્ણ થઈ ચૂકી છે.' આ દુર્ઘટના અંગે રિપોર્ટ આવ્યા બાદ આર્થિક સહાજ જાહેર કરવાની પણ તેઓએ ખાતરી આપી છે. બ્રિજેશ મેરજાએ કહ્યું કે, 'બોઈલર કે મશીનની આ દુર્ઘટના નથી.'

સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા

જો કે, આ ઘટનાની જાણ થતા જ તુરંત સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ બનાવ બાદ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે જ દિવાલ પડ્યા બાદ તુરંત સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બપોરના 12 વાગ્યાની આસપાસ ઘટી હતી. આ ઘટના બાદ 108ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં દિવાલ કયા કારણોને લીધે ધરાશાયી થઈ હતી તેની વિગતે કોઈ જ માહિતી નથી મળી રહી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ