બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat government's mega drive for PM Jan Arogya Card, now you can easily get PMJAY-MA card at these places

આવકાર્ય / પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ માટે ગુજરાત સરકારની મેગા ડ્રાઈવ, હવે આ જગ્યાઓ પર સરળ રીતે મેળવી શકશો PMJAY-MA કાર્ડ

Mehul

Last Updated: 06:30 PM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના ગરીબ અને જરૂરિયાતંદ લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ સરળતાથી અને નિ:શુલ્ક મળી રહે તે માટે PMJAY-MA કાર્ડના લાભાર્થીને લાભાન્વિત કરવા સરકાર દ્વારા 3 થી 4 મહિના મેગાડ્રાઇવ

  • રાજ્યમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય -માં કાર્ડની ડ્રાઈવ 
  • ગરીબ અને જરૂરીયાતમંદ લાભાર્થીને મળશે નિશુલ્ક 
  • આગામી ત્રણ-ચાર મહિનામાં છેવાડા સુધી પહોચવા લક્ષ્ય 

રાજ્યમાં આજથી  PMJAY-MA કાર્ડ માટે મેગાડ્રાઇવ શરૂ થઈ છે.રાજ્યના ગરીબ અને જરૂરિયાતંદ લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ સરળતાથી અને નિ:શુલ્ક મળી રહે તે માટે PMJAY-MA કાર્ડના લાભર્થીને લાભાન્વિત કરવા સરકાર દ્વારા 3 થી 4 મહિના મેગાડ્રાઇવ ચલાવવામાં આવશે.આ મેગા ડ્રાઇવમાં રાજ્યના નગરો-મહાનગરો,ગ્રામ્ય સ્તરે સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટર ખાતે પણ નાગરિકોને PMJAY-MA કાઢી આપવામાં આવશે. 

વધુમાં વધુ લાભ લેવાય તે માટે આરોગ્ય મિત્ર 

સરકારી હોસ્પિટલોમાં PMJAY-MA કાર્ડ અંતર્ગત સ્વાસ્થય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ગ્રીન કોરિડોરની પણ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે હોસ્પિટલના પ્રવેશદ્વાર/ઓ.પી.ડી. ખાતે કિયોસ્ક હેલ્પ ડેસ્ક ફરજિયાત પણે કાર્યરત કરીને દર્દીઓને મુંઝવતા પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ કરવામાં આવશે.દરેક સરકારી હોસ્પિટલમાં આ યોજનાના લાભાર્થી માટે અલગ કેસબારી,અલગ રજીસ્ટ્રેશન સિસ્ટમ ઉભી કરવામાં આવી છે...લાભાર્થીઓને હોસ્પિટલ ખાતેના પ્રવેશથી લઇ સારવાર બાબતે PMJAY-MA  યોજનાને પ્રાધાન્યતા અપાય તથા વધુના વધુ લાભાર્થીઓ આ કાર્ડનો ઉપયોગ કરી શકે તે માટે ઓરાગ્ય મિત્રની નિમણૂક કરવામાં આવશે. આ આરોગ્ય મિત્ર દર્દી દાખલ થાય ત્યાર થી લઇ ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરાશે.આ કાર્ડથી લાભાર્થીઓને હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સેવાઓ , સુવિધાઓ,દવાની બારી અથવા લેબોરેટરી તથા અન્ય જગ્યાઓએ પણ તાત્કાલિક સેવા મળી રહે તેવી અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

રાજ્યમાં PMJAY-MA કાર્ડના 24,222 લાભાર્થી 

આયુષ્માન ભારત દિવસની ઉજવણી અને PMJAY-MA કાર્ડ યોજનના લાભાર્થી માટે શરૂ કરેલ સરકારી હોસ્પિટલોના ગ્રીન કોરિડોરના લોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,રાજયકક્ષાના આરોગ્યમંત્રી તેમજ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેડેન્ટ ડોકટર રાકેશ જોષી તેમજ સિવિલ હોસ્પિટલનો સ્ટ્રાફ ઉપસ્થિત રહ્યા હતા. નાણાકીય વર્ષ 2020-21 માં રાજ્યના 33 જીલ્લાઓમાં 24,222 લાભાર્થીઓએ PMJAY-MA અંતર્ગત સારવાર મેળવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 53.37 કરોડ જેટલો ખર્ચ કરીને દર્દીઓને નિ:શૂલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિગતે જોઇએ તો અમદાવાદ જિલ્લામાં 16,246 દર્દીઓને 38.43 કરોડ, રાજકોટમાં 2,213 દર્દીઓને 3.22 કરોડ, પાટણમાં 682 દર્દીઓને 1.39 કરોડ અને વડોદરામાં 516 દર્દીઓને 81 લાખના ખર્ચે વિવિધ પ્રકારની આરોગ્યને લગતી સારવાર PMJAY-MA યોજના હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ