બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat governments core committee meeting completed
Kavan
Last Updated: 10:34 PM, 6 April 2021
CM રૂપાણીની મોટી જાહેરાત
ADVERTISEMENT
કોર કમિટી બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. તો મોટા મેળાવડાઓ પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લાદ્યો હતો.
લગ્ન પ્રસંગે 100 લોકોને જ મળશે મંજૂરી
ADVERTISEMENT
લગ્ન પ્રસંગોને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે, લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે.
આ 20 શહેરોમાં રહેશે રાત્રિ કર્ફ્યૂ
20 શહેરોમાં રાત્રિ કર્રફ્યૂની જાહેરાત કરવામાં આવી તેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીનો સમાવેશ થાય છે.
આંશિક લોકડાઉન મુદ્દે બેઠકમાં થઇ ચર્ચા
આ બેઠકમાં રાજ્યની સ્થિતિ અને લોકડાઉન મુદ્દે મંથન કરવામાં આવ્યું હતું. તો અમિત શાહને સમગ્ર રાજ્યની સ્થિતિ મુદ્દે વાકેફ કરવામાં આવ્યા હતા.
અમિત શાહ સાથે સમગ્ર સ્થિતિ મુદ્દે કરાઇ ચર્ચા
નોંધનીય છે કે, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય ખાતાના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં આ બેઠક કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે યોજાઈ હતી. જેમાં રાજ્યની કોરોના કેસની સ્થિતિ અંગે ચર્ચાઓ કરાઇ હતી અને લોકડાઉન અને કર્ફ્યૂ મુદ્દે પણ મંથન કરવામાં આવેલ.
પ્રજાના હિતમાં નિર્ણય લેવાની CM રૂપાણીએ કરી વાત
કોરોના સંક્રમણ વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે હાઇકોર્ટના વિકેન્ડ કર્ફ્યૂના નિર્દેશને લઈને પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરીને પ્રજાના હિતમાં નિર્ણય લેવાશે.
રાજ્યમાં વિકેન્ડ કર્ફ્યુની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કડકાઇની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના છે.
હાઈકોર્ટે શું કર્યા નિર્દેશ?
રાજ્યમાં આજે અધધધ... 3280 નવા કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3280 કેસ નોંધાયા છે અને 2167 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,02,932 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 17 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4598 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 171 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 17348 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.