બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Government Spokesperson Jitu vaghani announced Farmer Assistance Package 2
Vishnu
Last Updated: 05:20 PM, 30 November 2021
ADVERTISEMENT
અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે સરકારનો મોટો નિર્ણય લીધો છે. વધુ 9 જિલ્લાઓમાં પાક નુકસાન મુદ્દે સહાય કરવા સરકારે મન બનાવ્યુ છે. આજે મળેલી બેઠક બાદ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે સરકારે બાકી રહેલા જિલ્લાએ માટે 531 કરોડનું ખેડૂત સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેકટર દીઠ 6800 રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે.અડધા હેકટર માટે 4000 સહાય આપવામાં આવશે જ્યારે મહત્તમ બે હેકટર માટે સહાયનું ચૂકવાનું કરવામાં આવશે.આ માટે 6 ડિસેમ્બરથી આઈ પોર્ટલ પર અરજી લેવાશે જે 24 ડિસેમ્બર સુધી અરજી સ્વીકારવામાં આવશે. પછી ખરાઈ કરી ખેડૂતોને મળવા પાત્ર સહાય સીધી બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવશે.
ADVERTISEMENT
કયા કયા જિલ્લાઓ માટે સહાયની જાહેરાત
જીતુ વાઘાણીએ 5 લાખ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરતાં કહ્યું હતું કે 9 જિલ્લા 37 તાલુકાને સહાય મળવા પાત્ર થશે. જેમાં અમદાવાદ, બોટાદ, જુનાગઢ, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ, અમરેલી, ભરૂચ, વડોદરાના ખેડૂતોને સરકાર સહાય આપશે. 1530 ગામના ખેડૂતોને સીધો લાભ મળશે. જ્યારે કુલ 7.65 લાખ હેક્ટર જમીન માટે આ સહાયની ફાળવણી કરવા આવી હોવાની માહિતી પણ વાઘાણીએ આપી હતી.
અત્યાર સુધી કેટલા જિલ્લા માટે થઈ વળતરની જાહેરાત
જામનગર | અમદાવાદ | છોટા ઉદેપુર |
રાજકોટ | બોટાદ | ભરૂચ |
જૂનાગઢ | અમરેલી | પંચમહાલ |
પોરબંદર | ભાવનગર | વડોદરા |
ખેડૂત સહાય પેકેજ 2ની જાહેરાત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.