બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Gujarat farmers under debt 32 percent increase in agricultural credit in two years

ચિંતાજનક / ગુજરાતના ખેડૂતો દેવા નીચે દબાયેલા, બે વર્ષમાં કૃષિ ક્રેડીટમાં 32 ટકાનો વધારો, કુલ આંકડો ચોંકાવનારો

Kishor

Last Updated: 06:08 PM, 10 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ખેડૂતો પરના દેવામાં વધારો નોંધાયો છે જેંને પગલે છેલ્લા બે વર્ષમાં કૃષિ ક્રેડિટમાં 32 ટકાનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

  • રાજ્યમાં ખેડૂતો પરના દેવામાં થયો વધારો
  • છેલ્લા બે વર્ષમાં કૃષિ ક્રેડિટમાં 32 ટકા થયો વધારો
  • વર્ષ ૨૦૨૧-૨૨માં કૃષિ ક્રેડીટ ૯૬૯૬૩.૦૭ કરોડ પર પંહોચી

છેલ્લા બે વર્ષની સરખામણીમાં ખેડૂતો પરના દેવામાં મોટા પાયે વધારો થયો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં કૃષિ ક્રેડીતમાં 32 ટકા જેટલો જબરો વધારો નોંધાયો છે. ગુજરાતમાં એગ્રીકલ્‍ચર ક્રેડીટ ૨૦૧૯-૨૦માં ૭૩૨૨૮.૬૭ કરોડ રૂપિયાની સરખામણીમાં વધીને ૨૦૨૧-૨૨માં ૯૬૯૬૩.૦૭ કરોડ થઇ હોવાનું સંસદમાં રજૂ કરાયેલ આંકડાઑ પરથી જાણવા મળી રહ્યું છે. જેની પાછળનું કારણ બિયારણ,ખાતર, વિજળી, ઉપરાંત ઈંધણમાં આવેલ ભાવવધારો અને નિષ્ફળ જતાં પાક જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

બે વર્ષમાં એગ્રીકલ્ચ૨ર ક્રેડીટ હેઠળ લેવાયેલ લોનમાં ૪૫ ટકાનો વધારો 
ખેડૂતોની ક્રેડીટ રીકવાયરમેન્‍ટમાં છેલ્લા બે વર્ષમાં મોટો વધારો થયો હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે.કેન્દ્રિય કૃષિ મંત્રાલય દ્વારા કૃષિ ક્રેડીટ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે કેન્‍દ્રિય કૃષિ મંત્રાલયના આંકડામાં જણાવાયા અનુસાર આ સમયગાળામાં ખાતા દીઠ એગ્રીકલ્‍ચર ક્રેડીટ ૧.૭૧ લાખ રૂપિયા હતી જે વધીને ૨.૪૮ લાખ રૂપિયા સુધી પહોંચી છે. વધુમાં ગુજરાતમાં કૃષિ  ક્રેડીટ ૨૦૧૯-૨૦માં ૭૩૨૨૮.૬૭ કરોડ રૂપિયા હતા જે વર્ષ ૨૦૨૧-૨૨માં કૃષિ ક્રેડીટ ૯૬૯૬૩.૦૭ કરોડ પર પંહોચી છે. તથા બે વર્ષમાં એગ્રીકલ્ચ૨ર ક્રેડીટ હેઠળ લેવાયેલ લોનમાં ૪૫ ટકાનો વધારો નોંધાયો છે.

વારંવાર પાક નિષ્ફળ જવોએ ખેડૂતોનુ દેવુ વધવાનું મોટુ કારણ 
અંદાજ મુજબ બે વર્ષ પહેલા ખાતરની એક થેલી ૨૧૦ રૂપિયામાં વેંચાતી હતી. જે હાલ મોંઘવારીના યુગમાં ૩૧૦ રૂપિયામાં મેળવવી પણ મુશ્કેલ પડી રહી છે. વધુમાં ડીઝલના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. જ્યારે  તૌકતે વાવાઝોડા સહીતની પ્રતિકૂળતાને પગલે પણ પાક નિષ્ફળ ગયો હતો. તથા છેલ્લા કેટલાય સમયથી વરસાદની અનિયમિતતાને લઇને પણ ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આથી ખેડૂતોના દેવા વધારો થયો છે. એટલું જ નહીં અતિવૃષ્ટિને પગલે પાકની ગુણવત્તાને નુકશાન થવાથી ભાવો ઓછો મળે છે. આ તમામ સમસ્યાને લઇને  ખેડૂતનો ખર્ચમાં વધારો થયો છે.

બે વર્ષમાં કેટલો ભાવફેર?
મહત્વનું છે કે બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઇ 2200 થી 2400 એ પહોંચ્યું છે. તે જ રીતે બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા જેમા પણ ભાવવધારો આવતા તે1200 એ પહોંચ્યા છે. વધૂમા બે વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું આજે 250 થી 350 થયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં ૨૦ ટકાનો વધારો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ