બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat corona case update 20 june 2022
Last Updated: 10:25 PM, 21 June 2022
ADVERTISEMENT
ગુજરાતમાં ધીરે ધીરે કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય અગાઉ સાવ શાંત પડેલા કોરોના કેસોમાં એકાએક ઉછાળો જોવા મળી રહ્યો છે. તેમાંય 5દિવસથી કોરોનાએ બેવડી સદી મારી રહ્યો છે એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 217 કેસ નોંધાયા છે. તો આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 130 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1461 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 99 કેસ, સુરતમાં 45 કેસ, વડોદરામાં 31 કેસ, ગાંધીનગરમાં 9 કેસ, ભાવનગરમાં 7 કેસ, મહેસાણામાં 4 કેસ, જામનગરમાં 3 કેસ, નવસારીમાં 3 કેસ, ભરૂચમાં 2 કેસ, વલસાડમાં 2 કેસ, અમરેલી-આણંદ જિલ્લામાં કોરોનાના એક-એક કેસ, ગીર સોમનાથ, ખેડા અને મોરબીમાં પણ એક-એક કેસ તો સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં એક-એક કેસ કોરોનાનો દાખલ થયો છે.
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10946 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 45769 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.09 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.99 ટકા પહોચ્યો છે.
તારીખ | કોરોના કેસ |
20 જૂન | 217 |
19 જૂન | 244 |
18 જૂન | 234 |
17 જૂન | 225 |
16 જૂન | 228 |
15 જૂન | 184 |
14 જૂન | 165 |
13 જૂન | 111 |
12 જૂન | 140 |
11 જૂન | 154 |
10 જૂન | 143 |
9 જૂન | 117 |
8 જૂન | 111 |
7 જૂન | 72 |
6 જૂન | 53 |
5 જૂન | 68 |
4 જૂન | 56 |
3 જૂન | 46 |
2 જૂન | 50 |
1 જૂન | 40 |
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.