Gujarat by Election gandhinagar cm rupani order Cabinet minister
પેટાચૂંટણી /
CM રૂપાણી મંત્રીઓ પર ભડક્યા ને કહ્યું કાલે જ આ કામે લાગી જાવ નહીંતર...
Team VTV05:29 PM, 09 Oct 19
| Updated: 05:37 PM, 09 Oct 19
ગુજરાત વિધાનસભાની 6 બેઠકો માટે પેટાચૂંટણી આગામી 21મી ઓક્ટોબરના છે અને ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ભાજપ તરફથી પ્રચાર-પ્રસાર મંદ ગતિએ ચાલી રહ્યો છે. આથી આ મામલે CM રૂપાણીએ મંત્રીઓને આડે હાથ લીધા હતા.
6 બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર ગોકળગતિએ
CM રૂપાણીએ મંત્રીઓને લીધા આડેહાથ
રાજ્યમાં યોજાનાર 6 પેટા ચૂંટણીઓને ધ્યાને રાખીને પ્રચારનું કાર્ય ગોકળગતિએ ચાલતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીઓને ખખડાવ્યા હતા. આજરોજ પાટનગર ગાંધીનગર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં 6 બેઠકોની જવાબદારીવાળા મંત્રીઓને ઠપકો આપ્યો હતો.
CM રૂપાણીએ આપ્યા આદેશ
મુખ્યમંત્રીએ મંત્રીઓને તાત્કાલિક અસરથી આગામી 3 દિવસમાં જે તે વિસ્તારમાં પ્રચાર માટે જવા આદેશ આપ્યો હતો. ત્યારે હવે જોવું જ રહ્યું કે, ગુરૂવારથી પેટાચૂંટણીને લઇ સોંપાયેલ જવાબદારી ધરાવતા મંત્રીઓ ચૂંટણી પ્રચારમાં જોતરાય છે કે નહીં.
ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે કપરા ચઢાણ
ઉત્તર ગુજરાતમાં પેટા ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ છે. નોંધનીય છે કે, ઉત્તર ગુજરાતની 4 બેઠક ખેરાલુ, થરાદ,રાધનપુર અને બાયડ પર 21 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાવાની છે. આ 4 બેઠકમાં 2 બેઠક સાંસદ બનતા ખાલી પડી જ્યારે 2 બેઠક કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ઉમેદવારોને કારણે ખાલી પડી છે. ઉત્તર ગુજરાતમાં પક્ષ પલટો કરનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવતા જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે.